#10yearchallange ૧૦ વર્ષમાં બદલાઈ ચુકી છે ટીવી સીરીયલ ની આ ૫ એક્ટ્રેસ

2019નો પ્રારંભ થતા સોશ્યિલ મીડિયામાં #10yearchallange નામનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જે ચેલેન્જમાં લોકો પોતાની 10 વર્ષ જૂનો ફોટા સાથે 2019 માંં પડેલા ફોટા સાથે સરખાવે છે, અને આવા પ્રકારના ફોટા પોસ્ટ કરી છેલ્લા 10 વર્ષની અંદર તેઓમાં કેટલા પરિવર્તન આવ્યા તેના બતાવવા માટે સોશ્યિલ મીડિયા પર આવા પ્રકારની તસવીરો પોસ્ટ કરે છે. ત્યારે અમે આપને ટીવી એક્ટ્રેસ ની 10 વર્ષ જુની તથા નવી તસવીરો બતાવવા જઈ રહ્યા છે જે જોઈ આપને પણ અંદાજ આવશે કે છેલ્લા દસ વર્ષમાં આ એક્ટ્રેસોમા કેટલા પરિવર્તન આવ્યા છે…

1. હિના ખાન:


દસ વર્ષ પહેલા હિના ખાને સીરીયલ ‘યે રિસતા કયા કહેલાતા હે’ થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી અને થોડા સમયની અંદર તેઓને આ સિરિયલ દ્વારા ખૂબ લોકપ્રિયતા મળી હતી. ત્યારે હાલ હિના ખાન સીરીયલ કસોટી જિંદગી ના બીજા ભાગમાં ભાગ ભજવી રહી છે અને તસવીરમાં જોઇ શકાય છે કે નવ વર્ષ પહેલા પોતાના કરિયરની શરૂઆત કરનાર હીનાખાન મા કેટલા પરિવર્તન આવ્યા છે..

2. જેનિફર વિંજેટ:

જેનિફર વિંજેટે 2009ની વર્ષમાં સીરીયલ ‘દિલ મિલ ગયે’ મા રીધીમા નું પાત્ર ભજવ્યું હતું જેમાં ટૂંક જ સમયની અંદર તેઓને ખૂબ જ વધુ લોકપ્રિયતા મળી અને ત્યારે 10yearchallange તેઓએ પોતાનો ફોટો જ્યારે અપલોડ કરતાની સાથે જ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો હતો..

3. દિવ્યાંકા ત્રિપાઠી:

વર્ષ 2009માં લોકપ્રિય અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠીએ અને 2009ના તેઓએ ઇંતજાર સિરિયલમાં કામ કર્યું હતું. ત્યાર બાદ તેઓએ છેલ્લા કેટલાય સમયથી લોકોના દિલ પર રાજ કરતી સીરીયલ યે હે મોહબતે માં લીડ કેરેક્ટર તરીકે મહત્ત્વની ભૂમિકા ભજવી રહી છે…

4. દ્રષ્ટિ ધામી:

દ્રષ્ટિ ધામીએ 2009ના વર્ષમાં સૌથી વધુ લોકપ્રિયતા મળી. સીરીયલ દિલ મિલ ગયે માં ડોકટર મુસ્કાનનું પાત્ર ભજવ્યું હતું. અને હાલમાં તેઓ ફેમસ શૉ મધુબાલામાં પણ જોવા મળ્યા છે..

5. સનાયા ઈરાની:

સનાયા ઈરાની એક ખૂબ ફેમસ અભિનેત્રી છે જેણે ટૂંક જ સમયમાં ઇસ પ્યાર કો ક્યા નામ દુ, રંગ રસિયા અને મિલે જબ હમ તુમ્હે સીરિયલમાં કામ કરી ખૂબ નામના મેળવી છે. અને સનાયા પોતાના ડાન્સ માટે પણ જાણીતી છે..