લગ્ન બાદ વૈવાહિક જીવન સુખીથી વ્યતિત કરવા આટલી બાબતોનું ધ્યાન રાખો

Woman with arms crossed is sulking while her partner is talking to her

– જાણો, કઇ વાતો એવી છે જે પતિએ પોતાની પત્નીને કહેવાનું ટાળવું જોઇએ?

લગ્ન કરવા જેટલા સરળ હોય છે વૈવાહિક જીવન સુખીથી વ્યતીત કરવું તેટલુ જ અઘરું. લગ્ન થયા બાદ પોતાના પાર્ટનરની પસંદ-નાપસંદનું ધ્યાન રાખવાનું હોય છે. ઘણીવાર નાની-નાની વાતોમાં રિલેશનશિપમાં કડવાહટ આવી જાય છે. જાણો, કઇ વાતો એવી છે જે પતિએ પોતાના પત્નીને કહેવાનું ટાળવું જોઇએ?

1. જો તમારું ક્યાંય અપમાન થયું હોય તો પોતાની પત્નીથી ત્યાં સુધી છુપાવો જ્યાં સુધી તે તમારી મદદ કરવાની સ્થિતિમાં ન હોય. મોટાભાગની મહિલાઓ ભાવુક હોય છે અને તમારા અપમાનની વાત જાણીને તેમને ધક્કો લાગશે. શક્ય હોય તો આ પ્રકારની બાબતોનો જાતે જ સામનો કરીને સમાધાન લાવો.

2. પતિએ પત્ની સામે પોતાના ઘર પરિવારની ખરાબ વાતો ન કરવી જોઇએ. ધ્યાન રાખો કે તમારા પરિવાર વિશે તે તમારી પાસેથી જાણશે. પરિવાર માટેની તમારા પત્નીની ધારણા સારી બની રહેશે તો ઝગડા થવાની પરિસ્થિતિ સર્જાશે નહીં અને સન્માન જળવાઇ રહેશે.

3. પતિએ પોતાની પત્ની સાથે કોઇના ચરિત્ર વિશે ખરાબ વાતો ન કરવી જોઇએ. ગૉસિપ કરવું મહિલાના સ્વભાવમાં હોય છે. વાત-વાતમાં જો તેમણે આ વાત કહી દીધી તો કારણ વગરનો ઝઘડો થઇ શકે છે.

4. પતિએ ધ્યાન રાખવું જોઇએ કે સ્ત્રીઓને કોઇની સાથે સરખામણી કરવી તે જરા પણ પસંદ હોતુ નથી. સરખામણી ન કરશો પરંતુ પ્રશંસા કરતા રહો. બંને વચ્ચે પ્રેમ જળવાઇ રહેશે.

5. દરેક વ્યક્તિને પોતાના માતા-પિતા માટે પ્રેમ હોય છે. પત્નીના પિયરના લોકોની ક્યારેય અવગણના ન કરવી જોઇએ. તેનાથી તમારા પત્નીના કોમળ મનને ઠેસ પહોંચી શકે છે.