એનિમેશનથી બતાવવામાં આવ્યું અજયનું 100 ફિલ્મોનું કરીઅર

બોલીવુડ એક્ટર અજય દેવગનનું કરિઅર 100 ફિલ્મોનું થઈ ગયું છે એટલે કે અજય દેવગને 100થી વધારે ફિલ્મોમાં કામ કરી લીધું છે. હવે અજય દેવગને પોતે ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફની વીડિયો શૅર કર્યા છે, જે તેની 100 ફિલ્મોના કરિઅર વિશે જણાવે છે. આ વીડિયો ખૂબ જ ફની છે અને આમાં અજય દેવગનના ફિલ્મી કરિઅરને બતાવવામાં આવ્યું છે.. એક વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે અજય દેવગનનો લૂક ફિલ્મોના આધારે બદલાતો ગયો.

બીજા વીડિયોમાં તેના એક્શનની સ્ટોરી બતાવવામાં આવી છે, જેમાં તે બે બાઇક પર ઊભો રહીને સ્ટન્ટ કરતો દેખાય છે ધીમે-ધીમે આ સ્ટન્ટ કાર, પછી હવાઇ જહાજ અને પછી સ્પેસમાં રૉકેટ ઉરર જતો દેખાય છે.અજય દેવગનના બધાં વીડિયો એનિમેશન દ્વારા બનાવવામાં આવ્યા છે. તો કેટલાક વીડિયો ગેમના બેઝ પર બનાવવામાં આવ્યા છે, જેમાં મારિયો, કોન્ટ્રા અને કુંગફૂની રમત પણ શામેલ છે. આમાં અજય દેવગન મારિયો અને કોન્ટ્રાના ફાઇટર બનીને મિશન પૂરું કરે છે, સાથે આ મિશનને અજયની ફિલ્મો સાથે જોડવામાં આવ્યા છે. સાથે જ ડાયલૉગ પણ શામેલ કરવામાં આવ્યા છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો તેની ફિલ્મ તાનાજીનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને ટૂંક સમયમાં જ તેની ફિલ્મ મોટા પડદા પર રિલીઝ થશે. આમાં અજય દેવગન સાથે કાજોલ પણ દેખાશે અને ફિલ્મ જાન્યુઆરીમાં રિલીઝ થવાની છે.