સલમાનની રાધે સાથે ટકરાશે અક્ષયની લક્ષ્મી બોમ્બ

અક્ષય કુમારની ફિલ્મ લક્ષ્મી બોમ્બ અને સલમાન ખાનની ફિલ્મ રાધે : યોર મોસ્ટ વૉન્ટેડ ભાઈ 2020માં ઈદ પર રીલિઝ થશે. બંને ફિલ્મો બૉક્સ ઑફિસ પર ટકરાવવા માટે તૈયાર છે. બંને ફિલ્મોની ટક્કર પર તાજેતરમાં જ અક્ષય કુમારે પ્રતિક્રિયા આપી છે. અક્ષયે કહ્યું કે, પહેલા હું આવ્યો છું પરંતુ કોઈપણ આવી શકે છે, આમાં કંઈ જ ખોટું નથી.

ઈદનો દિવસ છે, બે ફિલ્મો આવી શકે છે. કેમ ન આવી શકે? જણાવી દઈએ કે, રોહિત શેટ્ટીની ફિલ્મ સૂર્યવંશી પણ પહેલા 2020ની ઈદ પર રીલિઝ થવાની હતી પણ સલમાન ખાનની ફિલ્મ સાથેની ટક્કરને જોતા તેની રીલિઝ ડેટને ટાળી દેવાઈ. સૂર્યવંશીમાં પણ અક્ષય કુમાર છે.સલમાન ખાન પોતાની ટીમ સાથે ફિલ્મ રાધે : યોર મોસ્ટ વૉન્ટેડ ભાઈને 2020માં ઈદ પર રીલિઝ કરવા પર ચર્ચા કરી રહ્યો હતો.

આ દરમિયાન જ લક્ષ્મી બોમ્બના પ્રૉડ્યૂસર્સે ઈદ પર રીલિઝની જાહેરાત કરી દીધી. ત્યારબાદ સલમાને પણ આ જ અવસરે પોતાની ફિલ્મ લાવવાની ઘોષણા કરી.રાધેમાં સલમાનની સાથે દિશા પટણી હશે રણદીપ હુડ્ડા વિલનના રોલમાં દેખાશે. આ ઉપરાંત જેકી શ્રૉફ પણ મહત્વના રોલમાં જોવા મળશે. ફિલ્મનું ડિરેક્શન પ્રભુદેવા કરશે. બીજી તરફ અક્ષયની ફિલ્મ લક્ષ્મી બોમ્બને રાઘવ લૉરેન્સ ડિરેક્ટ કરી રહ્યો છે. આ ફિલ્મ સાઉથની સુપરહિટ હૉરર ફિલ્મ કંચનાની હિન્દી રીમેક છે. ફિલ્મમાં કિયારા અડવાણી પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.