આલિયા ભટ્ટે કરી તેના મનપસંદ ભોજન વિશે વાત

બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટએ એક ઇન્ટરવ્યૂમાં પોતાના મનપસંદ ભોજન વિશે વાત કરતા કહ્યું કે ઘરના ભોજનની વાત જ અલગ છે અને એ સૌથી સ્વાદિષ્ટ હોય છે.આલિયાને ઘરમાં બનેલા દાલ ચાવલ સૌથી વધારે ભાવે છે. આલિયાએ જણાવ્યું છે કે ઘરનું ખાવાનું સૌથી શ્રેષ્ઠ છે. મને યાદ છે કે મારી મમ્મી જ્યારે મારા માટે પાસ્તા બનાવતી હતી ત્યારે હું તેની પાસેથી દાલ ચાવલ માગતી હતી. મને એ બહુ પસંદ છે.

મારું કમ્ફર્ટ ફૂડ ખિચડી, ફ્રેન્ચ ફ્રાઇઝ અને દાલ ચાવલ છે. હેલ્થ ફુડતરીકે મને શાકભાજી અને કાર્બોહાઇડ્રેટનું સેવન પસંદ છે. આ સિવાય મને ફળ પણ પસંદ છે………

વાત કરીએ આલિયાની તો ફિલ્મ સ્ટૂડન્ડ ઓફ ધ યર પહેલા આલિયા એ ત્રણ મહિનામાં 16 કિલો વજન ઉતાર્યું હતું……..અને ત્યારે પછી આલિયા પોતાની ફિટનેશ પર ખૂબ ધ્યાન આપે છે……આલિયાના વર્કઆઉટ વિડિયો અવારનવાર સોશિયલ મિડિયા પર વાઇરલ થતા હોય છે………