તખ્ત ફિલ્મ માટે આલિયા પહોચી કરણ જોહરની ઓફિસ, ફિલ્મનું શૂટિંગ 2020માં થશે શરૂ

આલિયા ભટ્ટે ફાઈનલી હવે કરણ જોહરની ફિલ્મ તખ્ત પર કામ શરૂ કર્યું છે. તે હાલમાં જ કરણ જોહરની ઓફિસ ગઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આલિયા ભટ્ટ કરણ જોહરની ઓફિસમાં ફિલ્મની ચર્ચા કરવા ગઈ હતી, આ ફિલ્મ ટૂંક સમયમાં શરૂ થવાની છે.

આલિયા ભટ્ટે સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો હતો, જેમાં લાલ રંગનો કપ જોવા મળી રહ્યો હતો અને તેના પર તખ્ત લખેલું છે. કપ સાથે કરણ જોહર પણ જોવા મળી રહ્યો છે. આલિયા ભટ્ટ સાથે રણવીર સિંહ પણ ધર્મા પ્રોડક્શનની ઓફિસ પહોચ્યા હતા.

કરણ જોહરની આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને રણવીર સિંહ ઉપરાંત અનિલ કપૂર, કરીના કપૂર, ભૂમિ પેડનેકર, વિકી કૌશલ અને જાહ્નવી કપૂર પણ મહત્વની ભૂમિકામાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મનું શૂટિંગ જાન્યુઆરી 2020 માં શરૂ થશે અને આ ફિલ્મ વર્ષના અંતમાં રિલીઝ થશે.

દિગ્દર્શક સંજય લીલા ભણસાલીની ફિલ્મ ઈંશા અલ્લાહ અંગે અનેક શંકાઓ પછી તરત જ આલિયા ભટ્ટે તખ્ત ફિલ્મ પર કામ શરુ કર્યું છે.

View this post on Instagram

Happy-Birthday-My-Family 💓

A post shared by Alia 🌸 (@aliaabhatt) on