આમળા ડ્રિંક- એક હેલ્ધી જ્યુસ

આમળાની તો વાત જ શું કરવી? ડાયાબિટીસથી લઇને વેઇટ કંટ્રોલ સુધી, સ્કીનથી લઇને વાળ સુધી- શરીરનાં દરેક ભાગને હેલ્ધી રાખતા આ આમળાનું આજે આપણે જ્યુસ બનાવીશું.

જરૂરી સામગ્રી:

  • 1 ટે.સ્પૂ. લેમન જ્યુસ
  • 20 ગ્રામ આદુ
  • ચપટી મીઠું
  • 3 મોટા આમળા
  • 4 મીડિયમ ચીકુ
  • 2 કપ પાણી
  • 1 ટી.સ્પૂ. ખાંડ

કઇ રીતે બનાવશો?:

સ્ટેપ 1- એક ડીપ મિક્સિંગ બાઉલ લઇ તેમાં આમળા અને ચીકુનો રસ ઉમેરો. તેમાં પાણી ઉમેરી તેને બરાબર મિક્સ કરો.
સ્ટેપ 2- આ મિશ્રણમાં મીઠું, ખાંડ અને બીજી સામગ્રી લઇ તેને બરાબર હલાવો.
સ્ટેપ 3- આ જ્યુસને ફ્રિજમાં ઠંડુ થવા દો.
આમળાનાં આ હેલ્ધી જ્યુસને એકદમ ચીલ્ડ સર્વ કરો.