એક અલગ અવતારમાં જોવા મળશે અનન્યા પાંડે

અનન્યા પાંડેએ પોતાની કારકિર્દીની શરૂઆત ‘સ્ટૂડન્ટસ ઓફ ધ યર ટુ’થી કરી હતી. હાલ તે પોતાની આવનારી ફિલ્મ ‘પતિ પત્ની ઔર વો’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ઉપરાંત તે આવનારી ફિલ્મનું શૂટિંગ કરી રહી છે.જેમાં તે એક અલગ જ અવતારમાં જોવા મળશે………

ફિલ્મ ‘ખાલી પીલી’માં હું એક મુંબઇની યુવતીનું પાત્ર ભજવી રહી છું. આ માટે મારે બમ્બૈયા લેન્ગવેજ બોલવી પડશે. જે ‘ગલી બોય’માંઆલિયા ભટ્ટે બોલી હતી તેવી જ ભાષા મારે બોલવી પડશે.હું જાણતી નથી કે આલિયાની માફક જ હું સારી રીતે આ બોલી બોલી શકીશ. પરંતુ આ માટે હું પૂરતા પ્રયાસ કરીશ.આ અનુભવનો મને ઉત્સાહ છે. મારી હાલની આવનારી ફિલ્મમાં હું દિલ્હીની ભાષા બોલનારી યુવતીનું પાત્ર ભજવું છું,” તેમ અનન્યા એ જણાવ્યું હતું…………ટપોરી ભાષા બોલતી ફિલ્મમાં અનન્યા સાથે ઇશાન ખટ્ટર કામ કરી રહ્યો છે. તેણે વધુમાં કહ્યું હતું કે, ” મને ખુશી છે કે, હું ફિલ્મોમાં અલગ-અલગ બોલી બોલવાની કોશિષ કરીરહી છું. મને પણ આમાં આનંદ આવે છે. ”