રોમેન્ટીક અંદાજમાં અનુષ્કાનો હાથ પકડતો નજર આવ્યો વિરાટ ન્યુઝીલેન્ડના જંગલમાં

ક્રિકેટના મેદાન પર કેટલાક રેકોર્ડ પોતાના નામે કર્યાની સાથે મેદાનની બહાર પણ વિરાટ કોહલી નાની-નાની વસ્તીઓમાં ખુશી શોધી લે છે. પછી ભલે એ પત્ની અનુષ્કા શર્મા સાથે ચાંદની રાતમાં બેંચ પર બેસી સમય વિતાવવાનો હોય કે પછી દિગ્ગજ ટેનિસ ખિલાડી રોજર ફેડરર સાથે મુલાકાત કરવાની હોય.

જોકે કોહલી અને બોલીવુડની એક્ટ્રેસ અનુષ્કા શર્મા માટે મોટી સંખ્યામાં ફેન ફોલોવિંગ હોવાના કારણે આ બધુ કરવું થોડું મુશ્કેલ છે. પરંતુ તેમ છતાં કોહલી અને અનુષ્કા ન્યુઝીલેન્ડ સિરીઝ દરમિયાન લોન્ડ ડ્રાઇવ અને કુદરતની ખૂબસૂરતીને નિહાળવાનો સંપૂર્ણ મજા લઈ રહ્યાં છે.

ન્યુઝીલેન્ડ સામે એતિહાસિક સિરીઝ જીત્યા પછી વિરાટ કોહલી પત્ની અનુષ્કા સાથે હોલીડે ઉપર નીકળી ગયો હતો. ભારતીય ટીમના કેપ્ટ્ન વિરાટ કોહલીએ ઇન્સ્ટાગ્રામ ઉપર પત્ની અનુષ્કા શર્મા વેકેશન માણતો ફોટો શેર કર્યો છે. ફોટોમાં વિરાટ અને અનુષ્કા ન્યુઝીલેન્ડના જંગલમાં ફરતા નજરે પડે છે.

આ ફોટોમાં વિરુષ્કા જંગલમાં ચાલતા નજર આવ્યા હતા.વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના આ ફોટોએ સોસિયલ મીડિયામાં ધૂમ મચાવી છે.

અનુષ્કા શર્માએ તેના ઇન્સ્ટાગ્રામ પર જંગલમાં કોહલી સાથેની તસવીર શેર કરી છે.

કોહલીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે,‘હું અને મારી પત્ની સામાન્ય વસ્તુઓ કરવાનું પસંદ કરીએ છીએ જેમકે લોન્ગ ડ્રાઇવ અથવા વોક પર જવું. જો અમે નેપિયર જેવી ખૂબસૂરત જગ્યાએ છીએ તો એક રાત અમે મરીન પરેડ ગયા જ્યાં બેંચ પર બેસી ચાંદની રાતની મજા માણી અને બઉ વાતો કરી હતી.’

આ પહેલા પણ કોહલી અને અનુ્ષ્કાએ રોમેન્ટિક તસવીર શેર કરી હતી.


વિરુષ્કાએ 2019ના પ્રારંભે આ તસવીર સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી.