અર્જુન કપૂર સોશિયલ મીડિયા પર થયો ટ્રોલ

ઈશકઝાદે ફિલ્મથી બોલિવુડમાં ડેબ્યૂ કરનાર અર્જુન કપૂર આજ સુધી એકપણ હિટ ફિલ્મ આપી શક્યો નથી, તેમ છતાં તેની પાસે ઢગલાબંધ પ્રોજેક્ટ છે. આ એક્ટર આજકાલ લેડી લવ મલાઈકા અરોરાના કારણે ચર્ચામાં રહે છે. આ સિવાય તેની પર્સનાલિટી કૂલ છે અને તેનું ડ્રેસિંગ સેન્સ પણ ઘણું સારૂં છે. ઈન્સ્ટાગ્રામ પર તેનો અલગ-અલગ અંદાજ જોવા મળે છે. જો આ વખતે તે એવી ભૂલ કરી બેઠો કે લોકોએ બરાબરની મજાક ઉડાવી.

અર્જુન કપૂરની ફિલ્મ પાણીપત રિલીઝ થઈ ગઈ છે અને તેના પ્રમોશન દરમિયાન એક્ટરનો અલગ-અલગ અંદાજ જોવા મળ્યો. જેની કેટલીક તસવીરો તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.જેમાંથી બે-ત્રણ તસવીરમાં તેનો એથનિક લૂક જોવા મળ્યો.

જેમાં અર્જુને વ્હાઈટ કૂર્તા અને ચૂડીજાર પાયઝામાની સાથે ન્યૂડ શેડનું લાંબું શ્રગ કેરી કર્યું છે. આ સાથે તેણે સ્નીકર્સ પહેર્યા છે, આ લૂકમાં તેણે એકથી એક ચઢીયાતા પોઝ તો આપ્યા પણ સ્નીકર્સનું પ્રાઈઝ ટેગ કાઢવાનું ભૂલી ગયો.અર્જુને ટેગ ન કાઢતાં યૂઝર્સે તેને ટ્રોલ કરી દીધો.