2019માં આયુષમાન ખુરાનાએ મચાવી ધૂમ, બેક ટુ બેક આપી સુપર હિટ ફિલ્મો

2019માં જે એક્ટરે સોથી વધારે ધૂમ મચાવી છે,તે છે આયુષમાન ખુરાના આ વર્ષે આયુષમાને બેક ટુ બેક હિટ ફિલ્મો આપી છે.જેમાં બાલા,ડ્રિર્મ ગર્લ અને આર્ટીકલ 15 આ બધી ફિલ્મોએ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી છે.આ દરેક ફિલ્મનો વિષય એકદમ અલગ અને નવો હોતો જે દર્શકોને ખૂબ પસંદ આવ્યો.

તેની સાથે આયુષમાને આ વર્ષે ફિલ્મ અંધાધૂન માટે બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ પણ મળ્યો.એટલે એવુ કહી શકાય કે આયુષ્માન માટે આ વર્ષ તેની ફિલ્મોની જેમ સુપર હિટ હતું.તેના લીધે જ પરિણામે બોલીવૂડના ટોચના નિર્માતા-દિગદર્શકોનો તે પ્રથમ પસંદગી બની ગયો છે. લગાતાર છ-છ ફિલ્મો હિટ આપનાર આયુષમાનની ડિમાન્ડ હિંદી મનોરંજન દુનિયામાં વધી ગઇ છે.બોલીવૂડના જાણીતા નિર્માતા-દિગ્દર્શક કરણ જોહરે તેને વધુ એક ફિલ્મની ઓફર કરી છે.

તેની સાથે આ વર્ષની જેમ આવતા વર્ષે એટલે કે 2020માં પણ આયુષ્માન શુભમંગલ જ્યાદા સાવધાન, અને ગુલાબો સિતાબો જેવી ફિલ્મોમાં જોવા મળશે.આ બન્ને ફિલ્મ એકદમ નવા જ કોન્સેપ્ટ લઇને આવશે.જેમા ગુલાબો સિતોબો આયુષમાન ખુરાના પહેલીવાર બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન સાથે જોવા મળશે.

અને આ ફિલ્મ અમિતાભ પણ એક અગલ જ લુકમાં જોવા મળશે.અને આયુષ્માનના ફેન્સ તેને અમિતાભ જોડે ઓનસ્ક્રિન જોવા ઘણા આતુર છે..હવે જોવાનું રહેશે કે 2019ની જેમ આયુષ્માન માટે 2020 કેવી સાબિત થાય છે.