ઓમેગા-3 સપ્લિમેન્ટ્સના ફાયદા

‘ઈન્ટરમાઉન્ટેન હેલ્થકેર હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ’ના સંશોધકોએ તાજેતરમાં થયેલા રિસર્ચમાં જણાવ્યું કે ઓમેગા-3 સપ્લિમેન્ટ્સથી પ્રોસ્ટેટ કેન્સર થવાનું જોખમ રહેતું નથી તેમજ તે હૃદયને પણ સ્વસ્થ રાખે છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી ઓમેગા-3 સપ્લિમેન્ટસની સેફ્ટી અને તેની અસરને લઈને પ્રશ્નો ઉભા થયા હતા. જોકે, આ બધા પ્રશ્નોને ધ્યાનમાં રાખીને ઈન્ટરમાઉન્ટેન હેલ્થકેર હાર્ટ ઈન્સ્ટિટ્યૂટના સંશોધકોએ સમગ્ર વિશ્વમાં પોપ્યુલર ઓમેગા-3 સપ્લિમેટ્સને લઈને રિસર્ચ કર્યું. અગાઉના કેટલાક રિસર્ચમાં એ વાત સામે આવી હતી કે પ્રોસ્ટેટ કેન્સર અને ઓમેગા-3 પ્લાઝ્માના હાઈ લેવલની વચ્ચે કોઈ જોડાણ હોવાની સંભાવના છે. પરંતુ આ સંશોધનકારો દ્વારા તાજેતરમાં ઓમેગા -3 લઈને બે નવા રિસર્ચ કરવામાં આવ્યાં. જેમાં એ સાબિત થયું કે, ઓમેગા -3 એ એક પ્રકારની ચરબી છે, જે સારા સ્વાસ્થ માટે યોગ્ય પ્રમાણમાં માનવ શરીર માટે જરૂરી છે. આ ફેટી એસિડ ફક્ત આપણા ખોરાકમાંથી જ મળે છે. સંશોધકોએ તેમના રિસર્ચમાં એવા 87 દર્દીઓને સામેલ કર્યા જેઓ પ્રોસ્ટેટ કેન્સરની સમસ્યાથી પીડાતા હતા. રિસર્ચ દરમિયાન તેમના શરીરમાં ઓમેગા-3 ફેટી એસિડનું લેવલ તપાસ કરવામાં આવ્યું . ત્યારબાદ આ ડેટાની ગણતરી 149 લોકોના ડેટામાંથી કરવામાં આવી અને આ દરમિયાન સંશોધકોએ જણાવ્યું કે, હાયર ઓમેગા-3 સ્તરની પ્રોસ્ટેટ કેન્સર સાથે કોઈ લિંક નથી.