શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય ૧ – શ્લોક ૭-૮-૯

Shrimad Bhagavad Gita Adhyay 1 Shlok 7-8-9

શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય ૧ – શ્લોક ૭ – ૮ – ૯

अस्माकं तु विशिष्टा ये तान्निबोध द्विजोत्तम ।
नायका मम सैन्यस्य संज्ञार्थं तान्ब्रवीमि ते ॥७॥
भवान्भीष्मश्च कर्णश्च कृपश्च समितिंजयः ।
अश्वत्थामा विकर्णश्च सौमदत्तिस्तथैव च ॥८॥
अन्ये च बहवः शूरा मदर्थे त्यक्तजीविताः ।
नानाशस्त्रप्रहरणाः सर्वे युद्धविशारदाः ॥९॥

હવે હે દ્વિજોત્તમ, આપણી સેનાના યોદ્ધાઓ વિશે હું તમને કહું. આપણી સેનામાં તમારા ઉપરાંત પિતામહ ભીષ્મ, કર્ણ, કૃપાચાર્ય, અશ્વત્થામા, વિકર્ણ અને સૌમદત્ત જેવા મહાન યોદ્ધાઓ છે.
એમના સિવાય આપણી સેનામાં યુદ્ધકળામાં નિપુણ હોય, શસ્ત્રાસ્ત્રવિદ્યામાં માહિર હોય એવા અનેક યોદ્ધાઓ છે, જેઓ મારે માટે પોતાના જાનની બાજી લગાવવા તૈયાર છે. (૭-૮-૯)