ગાજરમાંથી બનતી ખાસ વાનગી- ‘કેરટ શોરબા’

કેરટ શોરબા એક નોર્થ-ઇન્ડિયન રેસિપી છે, જેમાં ગાજરની સાથે ડુંગળી, બટર અને બીજાં ઘણાં મસાલા વપરાય છે. ચોમાસાની સિઝન માટે આ એક પરફેક્ટ એપિટાઇઝર છે. સાથે જ આ રેસિપી ન્યુટ્રિશિયન પણ છે, જે નાના બાળકો અને સગર્ભા મહિલાઓ માટે ફાયદાકારક છે.

સામગ્રી:

550 ગ્રામ ગાજર
3 ટે.સ્પૂ. બટર
5 ટે.સ્પૂ. કોથમીર
1 1/2 મધ્યમ ડુંગળી
6 કપ પાણી
7 કળી લસણ
2 ½ બે-લીફ

સીઝનીંગ માટે જોઇશે-

1 ટે.સ્પૂ. સફેદ મરી પાઉડર
કઇ રીતે બનાવશો કેરટ શોરબા?

કેરટ શોરબા બનાવવા માટે જુઓ આ પદ્ધતિ-

સ્ટેપ-1: સૌપ્રથમ ગાજરને ધોઇ તેને સુધારી લો. લસણને પણ છોલીને અલગ કરી લો. હવે એક ચોપીંગ બોર્ડ લઇ તેમાં ગાજર, કોથમીર, ડુંગળી અને લસણને ચોપ કરો.

સ્ટેપ-2: હવે એક પેન લઇ તેમાં બટર ગરમ કરો. તેમાં ડુંગળી, લસણ અને બી-લીફને સાંતળો. તે સંતળાઇ જાય એટલે તેમાં ગાજર અને કોથમીર ઉમેરી તેમાં 6 કપ પાણી ઉમેરો.

સ્ટેપ-3: આ મિશ્રણને બોઇલ થવા દો. હવે આ મિશ્રણને ઠંડુ થવા દો અને બ્લેન્ડરથી બ્લેન્ડ કરો. આ મિશ્રણનો પેનમં લઇ ગરમ કરો અને તેમાં મરી પાઉડર ઉમેરો. શોરબા તૈયાર છે.
આ શોરબાને સ્પ્રિંગ ઓનિયન વડે ગાર્નિશ કરી, સર્વ કરો.