કોરિયોગ્રાફર ટેરેન્સ લુઈસે કર્યો મોટો ખુલાસો

બોલિવૂડ કોરિયોગ્રાફર ટેરેન્સ લુઈસે અનેક ડાન્સ રિયાલિટી શોમાં લોકોની ડાન્સિંગ ટેલેન્ટની પરખ કરી છે. હાલમાં જ ટેરેન્સે રિયાલિટી શોના સ્પર્ધકોને લઈ ઘણું જ શોકિંગ નિવેદન આપ્યું હતું. ટેરેન્સે કહ્યું હતું કે શો જીતવા માટે સ્પર્ધકો પૈસા રોકે છે. ઝી5ની અપકમિંગ વેબ સીરિબઝ ‘લવ, સ્લીપ, રિપીટ’ના સ્પેશિયલ સ્ક્રીનિંગ દરમિયાન ટેરેન્સે રિયાલિટી શો જીતવાની પ્રોસેસ પર ચર્ચા કરી હતી. તેણે કહ્યું હતું, આ એક મોટી ગેમ છે. તમારે જીતવા માટે ઘણું બધું ઈન્વેસ્ટ કરવું પડે છે, કારણ કે અહીંયા બધું જ વોટ પર આધાર રાખે છે. વોટિંગ અલગ-અલગ રીતે થાય છે. આથી જ સ્પર્ધકો આ દિશામાં ઘણો જ પ્રયાસ કરે છે. જોકે, તેને લાગે છે કે આ ગેમમાં માત્ર પ્રતિભાશાળી વ્યક્તિને જ સામે કંઈક મળે છે.શોમાં રહેવા માટે તેમને કોલ કે વોટ કરનાર લોકો મળી જાય છે.

ચેનલને પણ આ સામે કોઈ વાંધો હોતો નથી, કારણ કે કોણ જીતે છે ને કોણ હારે છે, તેનાથી ચેનલને કોઈ ફરક પડતો નથી. તેઓ બસ એક સારો શો બનાવવા ઈચ્છે છે અને વધુમાં વધુ લોકો આ શો જુએ અને ટીઆરપી આવે, તેવી મહેચ્છા હોય છે. સ્પર્ધકોએ જ એ વિચારવાનું હોય છે કે કોણ જીતે છે અને આથી જ તેઓ જીતવા માટે અન્ય રસ્તાઓનો ઉપયોગ કરે છે. આ રાજકારણ જેવું જ છે, જેમાં ઉમેદવાર ચૂંટણી લડે છે અને ચૂંટણી જીતવા માટે તે પૈસા લગાવે તે સમજી શકાય તેવી વાત છે.