હવે ઘેરબેઠાં બનાવો દહીં-નારિયેળની ચટણી

દહીં-નારિયેળની ચટણી એકદમ સ્વાદિષ્ટ અને વિવિધ વાનગીઓ સાથે સાઇડમાં લઇ શકાય છે. આ ચટણીને ઘેર જ બનાવવા માટે જુઓ આ રેસિપી-

સામગ્રી-

  • 1 વાડકી તાજુ દહીં
  • અડધી વાડકી છીણેલું તાજુ નારિયેળ
  • થોડા લીમડાંના પાન
  • 1 ચમચી સરસિયાની દાળ
  • 2 સૂકા લાલ મરચાં
  • 1 ચમચી ખાંડ
  • 1 મોટી ચમચી તેલ
  • મીઠું સ્વાદાનુસાર

ચટણી બનાવવાની વિધિ-

સૌપ્રથમ નારિયેળ અને દહીંને એકસાથે ભેળવીને સારી રીતે ફેંટો.
હવે આ મિશ્રણમાં મીઠું અને ખાંડ ભેળવો.
ત્યારબાદ કઢાઈમાં તેલ ગરમ કરી તેમા સુકાં મરચા નાખો, થોડા શેકાય કે તેમાં કઢી લીમડો અને સરસિયાની દાળ નાખો.
હવે જ્યારે દહીં અને નારિયેળનુ મિશ્રણ નાખીને ગેસ બંધ કરી દો.
આ ચટણીને તાજી જ સર્વ કરો.