દીપિકા અને રણવીર કટ બોલ્યા બાદ પણ કિસ કરતા રહ્યા

દીપિકાનો આજે બર્થડે

દીપિકા પાદુકોણ પોતાનો 33મો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે. દીપિકા પાદુકોણ માટે આજનો દિવસ ખાસ રહેશે કારણ કે રણવીર સાથે લગ્ન કર્યા બાદ આ તેનો પહેલો બર્થડે છે. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની લવ સ્ટોરી રામલીલાના સેટ પર શરૂ થઇ હતી.

‘રામ લીલા’ના સેટ પર પાંગર્યો પ્રેમ


સંજય લીલા ભણસાલીની ફિલ્મ રામલીલના એક ક્રૂ મેમ્બરે જણાવ્યું કે ફિલ્મના સેટ પર અંગ લગા દે ગીતનું શૂટિંગ ચાલી રહ્યું હતું. આ ગીતમાં દીપિકા અને રણવીરને કિસિંગ સીન આપવાનો હતો. જ્યાં ડાયરેક્ટરના કટ બોલવા બાદ પણ દીપિકા અને રણવીર કિસ કરતા રહ્યાં.

કિસ કરતાં રહ્યા દીપવીર


ક્રૂ મેમ્બરે જણાવ્યું કે,’કટ બોલ્યા બાદ પણ તેમને કિસ કરતા જોઇ સેટ પર ઉપસ્થિત તમામ લોકો દંગ રહી ગયા હતા. જો કે તે બંને એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની બધાને જાણ હતી. પરંતુ આ કિસિંગ સીને તે વાતને કન્ફર્મ કરી દીધી’

‘દીપવીર પર રહેતી નજર’


દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ બાજીરાવ મસ્તાની અને પદ્માવતમાં સાથે કામ કરી ચૂક્યા છે. આ બંને ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઇ હતી. બીજા એક ક્રૂ મેમ્બરે કહ્યું કે, ‘જ્યારે પણ સેટ પર ગેટ ટુગેધર થતું ત્યારે લોકોની નજર દીપવીર પર જ રહેતી.’

દીપિકા અને રણવીર કટ બોલ્યા બાદ પણ કિસ કરતા રહ્યા