શેરપુરામાં કૃભકો અને ધોલકા ગૃપ સેવા સહકારી મંડળીના ઉપક્રમે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો.

ધોલકા તાલુકાના શેરપુરા ગામમાં કૃષક ભારતી કો-ઓપ. લિ. અને ધોલકા ગૃપ સેવા સહકારી મંડળીના સંયુકત ઉપક્રમે તાજેતરમાં સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ ધોલકા ગૃપ સેવા સહકારી મંડળીના ડીરેકટર શ્રી ચીમનભાઈ ખેતાભાઇ પટેલના પ્રમુખ સ્થાને યોજાયો હતો.


આ કાર્યક્રમનું ઉદઘાટન કૃભકો કંપનીના ચીફ સ્ટેટ માર્કેટિંગ મેનેજર શ્રી જે.જે. રૂપાપરા સાહેબે દિપ પ્રગટાવી કરેલ તેમજ કૃભકો કંપની વિશેની માહિતી આપેલ. પર્યાવરણ અને સ્વચ્છતા જાળવવા શું શું કરવું જોઈએ તેમજ સ્વચ્છતા રાખવાથી થતા ફાયદા અંગેની માહિતી કૃભકો કંપનીના સિનિયર એરિયા મેનેજર શ્રી લલીતભાઈ પટેલ સાહેબે આપેલ. આ કાર્યક્રમમાં કૃભકો કંપનીએ સ્વચ્છતા અભિયાન અંગેના સાધનો જેવાકે કચરાપેટી, ઉભા સાવરણા, સાવરણી વિગેરેનું વિતરણ કરવામાં આવેલ.

શેરપુરા ગામના ભાઈઓ, બહેનો અને બાળકોએ ઉમિયા માતાના મંદિરના પરિસરમાં તેમજ શાળા, રસ્તા, સમાજવાડી વિગેરે જગ્યાએ સફાઈ કરી હતી.

આ કાર્યક્રમનું આયોજન અને સંચાલન ધોલકા ગૃપ મંડળીના મેનેજર શ્રી પંકજકુમાર શાહે કરેલ. શેરપુરા ગામના ભાઈઓ, બહેનો અને બાળકોએ સ્વચ્છતા અભિયાન કાર્યક્રમમાં ઉમળકાભેર ભાગ લીધેલ. આભારવિધિ કૃષક ભારતી કો-ઓપ. લિ.ના ફિલ્ડ રિપ્રેઝન્ટેટિવ શ્રી તેજસભાઈ પટેલ સાહેબે કરેલ.