સ્વાદિષ્ટ ફરાળી સૂરણની ખીચડી

રોજ શું ખાવું એ પ્રશ્ન તો લગભગ દરેક ગૃહિણીને સતાવતો હોય છે. એવું તો શું બનાવવું કે, ઘરમાં નાનાં-મોટાં બધાંને ભાવે, એ ચિંતા રોજ રહે જ. બપોરે તો લગભગ ગુજરાતી ઘરોમાં દાળ-ભાત શાક-રોટલીનું મેનુ લગભગ ફિક્સ જ હોય છે, પરંતુ આજે અમે તમારા માટે લાવ્યા છીએ ફરાળી સૂરણની ખીચડી જે ચોક્કસથી ઘરમાં ભાવશે બધાંને. તો કઈ રીતે બનાવી શકાય સૂરણની ખીચડી તે જાણીએ.

સામગ્રી–

1 કિલો સૂરણ
1 ટે.સ્પૂ. તાજ લવિંગનો ભૂકો
250 ગ્રામ શિંગદાણાનો ભૂકો
1 ટે.સ્પૂ. તલ
5 લીલા મરચાં
આદુનો ટુકડો
1 ટે.સ્પૂ. ઘી
1 લીંબુનો રસ
100 ગ્રામ લીલા ધાણા
ખાંડ
તજ, લવિંગ
સિંધાલૂણ સ્વાદાનુસાર
તેલ

કઇ રીતે બનાવશો ફરાળી સૂરણની ખીચડી?

સ્ટેપ-1: સૂરણને છીણીને તરત પાણીમાં પલાળવું.
સ્ટેપ-2: એક પેનમાં તેલ મુકવું. તેમાં તજ, લવિંગ મૂકી સૂરણને છીણને નીચોવી પેનમાં નાંખવું.
સ્ટેપ-3: તેને તેલમાં થોડું શેકી તેમાં સિંધવ મીઠું, શિંગદાણાનો ભૂકો નાંખી મિક્સ કરવું અને થોડી વાર ઢાંકી રાખવું. ઢાંકણમાં થોડું પાણી નાંખો.
સ્ટેપ-4: તે બફાઈ જાય એટલે તલ, આદું-મરચાંની પેસ્ટ, તજ-લવિંગનો ભૂકો, ખાંડ અને એક ચમચી ઘી નાંખી બરાબર મિક્સ કરવું.
થોડી વાર ધીમા તાપે બધો મસાલો એકરસ થાય પછી સર્વિંગ બાઉલમાં કાઢવી.
તો તૈયાર છે ફરાળી સૂરણની ખીચડી! તેના પર લીલા ધાણા નાંખી ગાર્નિશ કરવું.