ફિલ્મ ગુડ ન્યૂઝનો ફિલ્મ મેકિંગ વિડિયો થયો વાયરલ

અક્ષય કુમાર ફરી એકવાર કોમેડી ફિલ્મ લઇને આવી રહી છે,આ ફિલ્મમાં તેની સાથે કરીના કપૂર, દિલજીત દોસાંઝ અને કિયારા અડવાણી પણ જોવા મળશે………ફિલ્મ ગૂડ ન્યૂઝનું ટ્રેલર થોડા દિવસ પહેલા લોન્ચ કરી દેવામાં આવ્યું હતુ, અને આ ફિલ્મના ટ્રેલરને પણ ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે…….વાત કરીએ આ ફિલ્મની તો આ ફિલ્મ 27 ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે. જેના પગલે સ્ટારકાસ્ટ પણ ફિલ્મના પ્રમોશનમાં જોરશોરથી લાગી ગઈ હતી. સોશિયલ મીડિયામાં દિલજીત દોસાંઝે ફિલ્મના સેટ પર શૂટ કરેલો એક વીડિયો શેર કરતાં જ તે વાઈરલ થવા લાગ્યો હતો. વીડિયોમાં જોવા મળેલ મજેદાર મોમેન્ટ્સ અને સ્ટાર્સની અદભુત કેમેસ્ટ્રી જોઈને યૂઝર્સ પણ હસવાનું રોકી શક્યા નહોતા. આ વીડિયોને દિલજીતે તેના ઈંસ્ટાગ્રામ અકાઉન્ટ પર પણ શેર કર્યો હતો જેને જોતજોતામાં જ લાખો વ્યૂઝ મળ્યા હતા………આ ફિલ્મના ટ્રેલરને જોતા બોલિવુડ એક્ટર આમિર ખાને પણ તેની પ્રશાંસા કરી હતી…….આ પહેલા આવેલી અક્ષયની ફિલ્મ હાઉસફૂલ 4 એ પણ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી……..