આજે ગાયબ છે લોકોના દિલો પર રાજ કરનારી આ અભિનેત્રીઓ, એક અભિનેત્રી તો જીવ બચાવીને વિદેશ ભાગી ગઈ

માયાનગરી મુંબઈમાં રોજ કરોડો લોકો પોતાની કિસ્મત ચમકાવવા માટે આવતા હોય છે. પરંતુ તેમાં દરેક લોકોની કિસ્મત સારી નથી હોતી, અને તેવા પ્રકારના લોકો થોડોક સમય બોલિવૂડમાં રહી ગાયબ થઈ જતા હોય છે. ત્યારે અમે આજે એવા કલાકારો વિશે જણાવીશું જે બોલિવૂડમાં આવ્યા તો ખરા પરંતુ લાંબો સમય સુધી ટકી શક્યા નહિ.

1. આયશા જુલકા

1990 દશકમાં આ અભિનેત્રીએ અક્ષય કુમાર, આમિર ખાન સહિત અનેક મોટા અભિનેતાઓ સાથે સુપરહિટ ફિલ્મો કરી છે. પરંતુ થોડા સમય બોલિવૂડમાં રહ્યા બાદ અભિનેત્રી ક્યાંક ગાયબ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે.

2. નીલમ

બોલિવૂડની સુપરહિટ ફિલ્મ હમ સાથ સાથ હે માં સલમાન ખાન ની બહેન નું પાત્ર ભજવવા વાળી અભિનેત્રી નીલમેં આજે બોલિવૂડ થી દૂર જઈ સામાજિક કાર્યો કરવાનું પસંદ કર્યું છે. જણાવી દઈએ કે નીલમ કઠારીએ ટીવી જગત ના પ્રખ્યાત કલાકાર સમીર સોની જોડે લગ્ન કર્યા છે.

3. મયુરી કાંગો

ખૂબસૂરત અભિનેત્રી મયુરી કાંગોએ બોલિવૂડની અનેક ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. પરંતુ તેમની ફિલ્મ ફ્લોપ હોવાના કારણે તેઓએ ફિલ્મ જગતને અલવિદા કરી ચૂક્યા છે. અને હાલ તેઓ પોતાના સાંસારિક જીવનને માણી રહ્યા છે.

4. સોનમ

ખૂબ જ સુંદર અભિનેત્રી સોનમ અનેક બોલિવૂડની સુપરહિટ ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. અને તેઓએ નિર્માતા રાજીવ રાય સાથે લગ્ન કર્યા હતા. સૂત્રોનું માનવામાં આવે તો તેઓને ધમકી મળી હતી અને બળજબરી પૂર્વક વસુલી કરવાનો પ્રયન્ત કરવામાં આવ્યો હતો અને તેના કારણે તે પતિ રાજીવ રાય સાથે વિદેશ ભાગી ગયા છે.

5. ગ્રેસી સિંહ

સુપરસ્ટાર આમીર ખાનની ફિલ્મ લગાનથી બોલીવુડમાં ડેબ્યુ કરનારી ખુબસુરત અભિનેત્રી ગ્રેસી સિંહ રાતો રાત સ્ટાર બની ગઈ હતી. તેમણે બોલીવુડની ગણી ફિલ્મોમાં સરસ અભિનય કર્યો હતો. આ સિવાય તે સંજય દત્તની ફિલ્મ મુન્ના ભાઈ એમ બી બી એસ માં પણ જોવા મળી હતી. પરંતુ થોડા સમય બાદ તે ફિલ્મો માં થી ગાયબ થઇ ગઈ હતી.

6. અશ્વિની ભાવે

૯૦ ના દાયકાની અભિનેત્રી અશ્વિનીએ અક્ષયકુમાર અને અન્ય મોટા કલાકારો સાથે સુપરહીટ ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. અને બોલીવુડમાં પોતાની અલગ ઓળખણ ઉભી કરી હતી. પરંતુ અચાનક તેઓએ કોઈ કારણોસર ફિલ્મ જગતને અલવિદા કહી દીધું.