ઘોસ્ટ સ્ટોરીઝનું ટીઝર થયું લોન્ચ

આવતા વર્ષે 1 જાન્યુઆરીએ નેટફ્લિક્સ પર ઘોસ્ટ સ્ટોરીઝની સિરીઝ રિલીઝ થવાની છે. આ સિરીઝનું ટીઝર લોન્ચ થયું છે, જેમાં જાન્હવી કપૂર ઘણી ડરેલી દેખાઈ રહી છે. સિરીઝની ખાસ વાત એ છે કે તેમાં કોઈ એક નહીં પણ ચાર ડિરેક્ટર છે. ‘લસ્ટ સ્ટોરીઝ’ બાદ કરણ જોહર, અનુરાગ કશ્યપ, ઝોયા અખ્તર, દિબાકર બેનર્જી આ ચારેય ડિરેક્ટર્સ ફરી ‘ઘોસ્ટ સ્ટોરીઝ’ પર કામ કરી રહ્યાં છે………કરણ જોહરે પણ ટ્વિટર પર આ ઘોસ્ટ સ્ટોરીઝનું ટીઝર પોસ્ટ કરીને લખ્યું છે કે, ટૂંક સમયમાં તમે ઘરમાં ડર અનુભવશો. ભયાનક સીનથી ભરપૂર આ ટીઝરમાં માત્ર એક જ લાઈન સંભળાય છે કે આ ઘરમાં નક્કી કંઈક લોચા છે……..

આ સિરીઝની કાસ્ટની વાત કરી તો તેમાં જાન્હવી કપૂર, શોભિત ધૂલિપાલા, ગુલશન દેવાઇહ, વિજય વર્મા, મૃણાલ ઠાકુર, રઘુબીર યાદવ, અવિનાશ તિવારી, સુરેખા સિક્રી, સુકાન્ત ગોયેલ અને ઇન્ટરનેટ સ્ટાર કુશા કપિલા સામેલ છે……….આ ‘ઘોસ્ટ સ્ટોરીઝ’ને રોની સ્ક્રૂવાલા અને અશી દુઆ પ્રોડ્યૂસ કરવાના છે.

ભારતમાં અગાઉ ‘બોમ્બે ટોકીઝ’ , ‘લવ સેક્સ ઔર ધોખા’ , ‘દસ કહાનિયા’ , ‘ડરના જરૂરી હૈ’ જેવી એન્થોલોજી ફિલ્મ રિલીઝ થઇ ચૂકી છે…….નેટફ્લિક્સ પરની ફિલ્મ ‘લસ્ટ સ્ટોરીઝ’ એન્થોલોજી ફિલ્મ છે, જેમાં 4 શોર્ટ સ્ટોરીઝ છે. તેની જેમ જ આ ‘ઘોસ્ટ સ્ટોરીઝ’ પણ એક એન્થોલોજી ફિલ્મ છે. એન્થોલોજી એટલે અલગ-અલગ વાર્તાઓનો સંગ્રહ. ‘ઘોસ્ટ સ્ટોરીઝ’ની દરેક સ્ટોરી એકબીજા સાથે કનેક્ટેડ હશે.