હવે ઘેર જ બનાવો ચાનો મસાલો

સામાન્ય રીતે ઘણાં લોકો ચામાં આદુ અને પુદીનો નાખતાં હોય છે, તો અમુક લોકો ચાનો તૈયાર મસાલો વાપરે છે. પરંતુ મસાલાવાળી ચાની મજા જ કંઇક ઓર છે. જો આ મસાલો ઘેર જ બનાવવામાં આવે તો! તો ઘણી રાહત થઇ જાય. જુઓ કઇ રીતે બનાવી શકશો આ મસાલો?

5 કપ જેટલો ચાનો મસાલો બનાવવા માટે જરૂરી સામગ્રી:

  • 20 મોટી ચમચી જેટલા લવિંગ
  • 10 મોટી ચમચી મરી
  • દોઢ કપ જેટલી એલચી
  • 13-14 તજના મોટા ટુકડા
  • દોઢ કપ સૂંઠ પાવડર
  • સાડા છ ચમચી જેટલો જાયફળ પાવડર

મસાલો બનાવવાની રીત:

સૌથી પહેલાં લવિંગ, એલચી, મરી, તજને એક મોટા નોનસ્ટિક પેનમાં ધીમા તાપે 1 મિનિટ સુધી શેકી લો.

ત્યાર પછી તેને સંપૂર્ણપણે ઠંડુ થવા દો.

હવે આ મિશ્રણ ઠંડુ થઈ જાય પછી તેમાં સૂંઠ અને જાયફળનો પાવડર ઉમેરો. મિક્સરમાં પીસીને તેનો બારીક ભૂક્કો કરો.

જો ચાના મસાલાને એરટાઈટ ડબ્બામાં સ્ટોર કરશો તો લાંબો સમય સુધી તેની તાજગી અને ફ્લેવર બરકરાર રહેશે.