રસોડામાંથી આવતી દુર્ગંધને દૂર કરવા અપનાવો આ ઘરગથ્થુ ઉપાય

woman holding her nose because of bad smell

શુ તમારા રસોડામાં ખાવાનું બનાવ્યા બાદ તેની સુગધી યથાવત રહે છે.તો આ સ્મેલને દૂર કરવા માટે તમારે અનેક વાતોનું ધ્યાન રાખવું જોઇએ. કિચનથી ખરાબ દુર્ગંધ દૂર કરવા માટે તમે ઘણા ઘરેલું ઉપચાર કરી શકો છો. નિષ્ણાંતોનું માનવું છે કે મસાલાનો ઉપયોગ ખાવાનમાં કરવાથી તેમા સ્વાદ આવી જાય છે. પરંતુ આખા ઘરમાં તેમજ ખાસ કરીને રસોડામાં તેની સુંગંધ ફેલાઇ જાય છે. થોડીક વાર આ સુંગધ સારી લાગે છે. પરંતુ તે થોડીક વાર બાદ તે દુર્ગંધમાં બદલાઇ જાય છે. ઘણીવાર ઘરમાં જતાની સાથે જ દુર્ગંધ આવવા લાગે છે. એવામાં ખાવાનું બનાવ્યા બાદ આવતી સુગંધને દૂર કરવા ઘણી ટિપ્સ છે. આવો જોઇએ કઇ છે તે ટિપ્સ..

• એક વાટકીમાં પાણી લો અને તેન ધીમી આંચ પર ગરમ કરો. આ પાણીમાં નારંગીના છોંતરા ઉમેરી દો. હવે બે મિનિટ માટે તેને ઉકળવા દો. હવે તેમા તજ ઉમેરો. તે સિવાય તમે તેમા ઇલાયચી પણ ઉમેરી શકો છો. આ પાણીથી રસોડામાં આવતી દુર્ગંધ દૂર થઇ જશે.

• તમને સાંભળીને અજીબ લાગશે. પરંતુ આ વાત સાચી છે. ટોસ્ટની સુગંધથી રસોડાની દુર્ગંધ દૂર થાય છે. તેના માટે તમારે ટોસ્ટને રસોડામાં ખુલ્લા મૂકી શકો છો. આમ કરવાથી રસોડાની દુર્ગંધ ઝડપથી દૂર થશે.

• બેકિંગ સોડાને દુર્ગંધ દૂર કરવા માટે ઉપયોગ કરી શકો છો. જેના માટે તમે ખાવાનું બનાવવાની જગ્યા પર બેકિંગ સોડા છાંટવો જોઇએ. જેથી દુર્ગંધ દૂર થશે. તેમજ કઇ ખાવાનુ દાઝી ગયું હોય તો પણ તેની દુર્ગંધ દૂર થાય છે.

• ફ્રીઝમાં દુર્ગંધ આવે કે રસોડામાં એક બાઉલમાં લીંબુ પાણી ભરીને રાખો. તરત જ દુર્ગધથી છૂટકારો મળી શકે છે.

• સી ફૂડ બનાવ્યા બાદ હાથ તેમજ રસોડામાં દુર્ગંધ આવવા લાગે છે. એવામાં સુગર સોપથી હાથ ધોઇ લો. તેમજ રસોડામાં પણ સુગર સોપ રાખવાથી દુર્ગંધ દૂર થાય છે.

• વિનેગરના ઉપયોગથી રસોડાથી દુર્ગંધથી છૂટકારો મળે છે. તેમજ પોતુ કરતા સમયે તમે તેમા વિનેગર ઉમેરો. જેથી પ્લેટફોર્મ પરથી ગંદકી દૂર થશે અને સાથે દુર્ગંધની સમસ્યાથી પણ રાહત મળી શકે છે.