આજે ટ્રાય કરો નાળિયેરની જલેબી

કોઈ ક્યારેય ના પાડી જ ન શકે એવો નાસ્તો એટલે ફાફડા-જલેબી. આમ તો ઘણાં લોકો દર રવિવારે ફાફડા-જલેબી ખાતાં જ હોય છે, પરંતુ મોટેભાગે દશેરાના દિવસે ખવાતા આ કોમ્બિનેશન પાછળ થોડું રહસ્ય છે.ઘણા લોકો નવરાત્રીના દિવસોમાં અપવાસ કરી, દશેરા પર ચણાના લોટની કોઈ સામગ્રી ખાઈને પારણાં કરતાં હોય છે, એવું ધ્યાનમાં રાખીને દશેરાના દિવસે ફાફડા-જલેબી ખાવાનું ચલણ વધું જોવા મળે છે. હવે વાત આવી જલેબીની, તો તમે ક્યારેય નાળિયેરની જલેબી ખાધી છે? કદાચ આ તમે પહેલી વાર સાંભળ્યું હશે. તો આવું જ કઈક નવું ટ્રાય કરાવવા માટે આજે અમે તમને નાળિયેરની જલેબી બનાવતા શીખવીશું. તો ચાલો બનાવીએ નાળિયેરની જલેબી.

જરુરીં સામગ્રી:

  • મેંદો: 250 ગ્રામ
  • બેકિંગ પાઉડર: 1/4 ટી. સ્પુન
  • ખાંડ: 500 ગ્રામ
  • લાલ રંગ: 1/4 ટી.સ્પુન
  • નાળિયેર: 1 નંગ
  • ઘી કે તેલ: 250 ગ્રામ

બનાવવાની રીત:

એક બાઉલમાં મેદો ચાળીને તેમાં બેકિંગ પાઉડર ભેળવી દો.

હવે નાળિયેરનું પાણી એક વાસણમાં કાઢ્યા બાદ તેનો માવો બારીક પીસીને મેંદામાં મિક્સ કરો, ત્યારબાદ નાળીયેરનું પાણી રેડીને મેંદાનું પાતળું ન હોઈ એવું ખીરું તૈયાર કરો.

એક વાસણમાં પાણી, ખાંડ અને લાલ રંગ નાખીને ચાસણી બનાવવા ફ્રાઈન પેન આંચ પર મૂકો.

હવે એક કડાઈમાં ઘી કે તેલ નાખી તેને ખુબ ગરમ કરો. હવે, જલેબી પાડવાના કપડામાં ખીરું ભરી તેને ઉપરથી મજબૂત પકડીને ધીરે ધીરે દબાવો.

કપડાના ગોળ કાણામાંથી કડાઈમાં જલેબી પાડી, તળીને તરત જ ખાંડની રંગીન ચાસણીમાં નાખતાં જાવ. થોડીવાર પછી જલેબીને ચાસણીમાંથી બહાર કાઢી લો.