તમે પણ પીઓ છો હર્બલ ‘ચા’ તો ક્યારેય ન કરશો આ ભૂલ

જો તમે વિચારી રહ્યા છો કે હર્બલ ચા પીને વજન ઓછુ કરી શકશો.તેમજ તમારી ફિટનેસ સારી રહેશે. તો એવું બિલકુલ પણ નથી. હર્બલ ટી બનાવતા સમય ઘણી એવી વાતો છે જેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. જો તમે પણ હર્બલ ટી પીઓ છો તો ક્યારેય આ ભૂલો ન કરશો.

દૂધનો ઉપયોગ ન કરવો
ઘણા લોકોનું માનવું છે કે દૂધ વગર ચા તો બની શકે છે પરંતુ જ્યારે વજન ઘટાડવા માટે હર્બલ ટી બનાવવામાં આવે છે અને તેમા દૂધ મિક્સ કરવામાં આવે છે. તો આ પ્રભાવકારી નથી થતું, દૂધમાં રહેલા પોષક તત્વોના કારણે વજન ઓછુ કરવામાં ખેદ પડે છે. તે સિવાય દુધ અને તુલસીનો પ્રયોગ પણ એક સાથે ક્યારેય ન કરવો જોઇએ. કારણકે તેનાથી ખરાબ પરિણામ પણ મળી શકે છે.

મીઠાસ માટે ગોળ કે મધનો ઉપયોગ
હર્બલ ટીમાં ખાંડ ઉમેરવાથી તેમા કેલરી વધી જાય છે. જેથી હર્બલ ટી પીવાનો કોઇ મતલબ રહેતો નથી. માટે હર્બલ ટીમાં ક્યારેય પણ ખાંડ ન ઉમેરવી. પરંતુ સ્વાદ માટે તમે મધ કે ગોળ મિક્સ કરી શકો છો.

ગરમ ન કરવી
હર્બલ ટીને વારંવાર ગરમ કરવાથી તેમા રહેલા પ્રાતિક હર્બલ ગુણ ખતમ થઇ જાય છે. જેથી તાજી બનેલી હર્બલ ચા પીવી જોઇએ તેનાથી તમને ઘણાં લાભ થઇ શકે છે.

દિવસમાં એકવાર જ પીઓ
હર્બલ ટી પીવા માટે દિવસમાં એક સમય નિશ્ચિત કરી લો, જેમ કે તુલસીની ચા પીવાથી પાચન બરાબર થાય છે. તેજ રીતે કોઇપણ હર્બલ ટીનો ઉપયોગ કરવાથી પહેલા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.

ઢાંકણું ઢાંકીને ચા ન બનાવો
હર્બલ ટી બનાવતી સમયે આ વાતનું ખાસ ધ્યાન કે ઢાંકણું ઢાંકીને ચા ન બનાવવી જોઇએ. આયુર્વેદ અનુસાર હર્બલ ટીથી ઘણાં લાભ થઇ શકે છે.