અપૂરતી ઊંઘ સ્વાસ્થ્ય માટે હાનિકારક

આજકાલ વધતા જતા પ્રદુષણથી લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. મહત્વનું છે કે, આ પ્રદુષિત વાતાવરણમાં સ્વાસ્થ્યને સલામત રાખવું ઘણું આવશ્યક છે. જેના માટે પુરતા પોષક તત્વો યુક્ત ખોરાક, જરૂરી કસરત તેમજ પુરતી ઊંઘ આવશ્યક છે. જોકે, પૂરતી ઊંઘ એ કોઈ પણ વર્ગ અને વયની વ્યક્તિ માટે આવશ્યક છે. ગરીબ લોકો તેમની અસુવિધાને લીધે પૂરતી ઊંઘ લઇ શકતા નથી. તેથી તેમને અન્ય લોકોની સરખામણીએ હૃદય રોગો થવાનું જોખમ વધારે રહેલું હોય છે. સ્વિત્ઝરલૅન્ડની યુનિવર્સિટી સેન્ટર ઓફ જનરલ મેડિસીન એન્ડ પબ્લિક હેલ્થ મુજબ નોકરી, શિફટ પ્રમાણે નોકરી, વધારે પડતા ઘોંઘાટનો સંપર્ક અને નાણાકીય અસુવિધાને લીધે ગરીબ લોકો પૂરતી ઊંઘ લઇ શકતા નથી. ઉલ્લેખનીય છે કે, અપૂરતી ઊંઘ એવું સાબિત કરે છે કે પુરુષોમાં વ્યવસાય અને હૃદય રોગ વચ્ચે 13.4% સબંધ છે. પુરુષની સરખામણીએ મહિલાઓમાં વ્યવસાય અને હૃદય રોગ વચ્ચે ઓછો સંબંધ જોવા મળે છે. આ રિસર્ચમાં 6થી 8.5 કલાકને સામાન્ય ઊંઘ, 6 કલાકને ટૂંકી ઊંઘ અને 8.5 કલાકથી વધારે ઊંઘને લાંબી ઊંઘ ગણવામાં આવી હતી.