ફેન્સ વચ્ચે ઘેરાયો કાર્તિક આર્યન

કાર્તિક આર્યનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘પતિ પત્ની ઓર વો’ રિલીઝ થઇ ગઇ છે……. કાર્તિક આર્યન અને તેના કો-એક્ટર્સ ભૂમિ પેડનેકર અને અનન્યા પાંડે દેશભરમાં ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છે. ફિલ્મનું ટ્રેલર આવ્યું ત્યારથી જ લોકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હાલમાં, કાર્તિક આર્યનનો એક વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે..

કાર્તિક આર્યન હાલમાં બોલિવૂડના લોકપ્રિય કલાકારોમાંથી એક છે. તેની અગાઉની ફિલ્મોને લોકોએ ખૂબ પસંદ કરી છે. કાર્તિક આર્યનની ખુબ જોરદાર ફેન ફોલોઇંગ છે. કાર્તિક આર્યને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં કાર્તિક આર્યન તેની ફિલ્મનું પ્રમોશન કરી રહ્યો છે અને જ્યાં તેના ચાહકો તેને ખભા પર ઉચકી લે છે.

ફિલ્મમાં પરણિત ચીન્ટુ ત્યાગી એટલે કે કાર્તિક આર્યનને તેની ઓફિસમાં રહેતી તપસ્યા એટલે કે અનન્યા પાંડે સાથે પ્રેમ થઈ જાય છે અને પછી તેની પત્ની વેદિકા એટલે કે ભૂમિ પેડનેકર, તપસ્યા અને ચિન્ટુ ત્યાગી વચ્ચેની સ્ટોરી બતાવવામાં આવી છે.

ડાયરેક્ટર મુદસ્સર અઝીઝના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફિલ્મ પાણીપત સાથે ટકરાશે. આ રોમેન્ટિક કોમેડી ફિલ્મમાં પહેલીવાર આ ત્રણેય સ્ટાર સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે.