કોલકાતા જાવ તો આ 10 સ્થળોની મુલાકાત લેવાનું ચુકતા નહીં

પ્રાચિન વિરાસતો અને ઐતિહાસિક સ્થળોના કારણે હરહંમેશ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે

યુટિલિટી ડેસ્કઃ કોલકાતાને સિટી ઓફ જોય તરીકે ઓળખવામાં આવે છે, ભારતમાં કોલકાતાને રિચ ક્લચરલ હેરિટેજ અને એજ ઓલ્ડ ટ્રેડિશન પણ કહેવામાં આવે છે. લિટરરી વર્ક્સ, મ્યુઝિક અને ડાન્સિંગ સહિતના અનેક વિષયોમાં પશ્ચિમ બંગાળ રાજ્યનું અમૂલ્ય યોગદાન છે. તેમાં પણ કોલકાતા પ્રાચીન વિરાસતો અને ઐતિહાસિક સ્થળોના કારણે હરહંમેશ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. જો તમે પશ્ચિમ બંગાળના કોલકાતાની ટૂર કરવાની યોજના બનાવી રહ્યાં હોવ તો અહી આપવામાં આવેલા સ્થળો ચોક્કસપણે તમારી યાત્રાને યાદગાર બનાવી શકે છે.

વિક્ટોરિયા મેમોરિયલ

આ સ્થળને 1902માં ક્વીન વિક્ટોરિયાના યાદમાં બનાવવામાં આવ્યું હતું. આ સ્થળેને લોકો માટે 1921માં ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. આ બિલ્ડિંગની ડિઝાઇન વિલિયમ એમરસન દ્વારા તૈયાર કરવામાં આવી હતી અને આ બિલ્ડિંગને બનાવવા માટે ભારતીયો અને બ્રિટિશરો દ્વારા ડોનેશન આપવામાં આવ્યું હતું. આ સ્થળ કોલકાતાનું પ્રાઇમ ટૂરિસ્ટ લોકેશન છે.

હાવરા બ્રિજ

હાવરા બ્રિજને કોલકાતામાં રવીન્દ્ર સેતુ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બ્રિજનો સમાવેશ વિશ્વના સૌથી વ્યસ્ત બ્રિજમાં થાય છે. આ બ્રિજ 20મી સદીની એન્જીનિયરિંગ ટેક્નિક્સનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. લોકો કોલકાતા ખાસ આ બ્રિજને નિહાળવા માટે આવે છે.

બિરલા મંદિર

બિરલા મંદિર તેના શાનદાર આર્કિટેક્ચર અને ક્લિન સરાઉન્ડિંગના કારણે વિશ્વભરમાં જાણીતું છે. આ મંદિરનું બાંધકામ 1970માં શરૂ કરવામાં આવ્યુ હતું અને 26 વર્ષ બાદ તે પૂર્ણ થયું હતું. આ મંદિર લોકો માટે 1996માં ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

દક્ષિણેશ્વર કાલી મંદિર

આ મંદિર કાલિકા માતાને સમર્પિત છે. આ મંદિરનું બાંધકામ 1847માં કરવામાં આવ્યું હતું. આ મંદિર જાનબજારના રાણી રાસમનીએ બનાવડાવ્યું હતું. આ મંદિર 25 એકરમાં ફેલાયેલું છે.

માર્બલ પેલેસ

આ પેલેસને પહેલાં પેલેસ ઓફ આર્ટ તરીકે ઓળખવામાં આવતું હતું. આ બેલેસને 1835માં બાંધવામાં આવ્યું હતું. આ પેલેસના માલિક જમીનદાર રાજા રાજેન્દ્રો મૌલિક હતા. આ પેલેસનું ઇન્ટિરિયર માર્બલમાંથી તૈયાર કરવામાં આવ્યું હોવાથી તેને માર્બલ પેલેસ કહેવામાં આવ્યું છે.

ફોર્ટ વિલિયમ

આ ફોર્ટનું નામ ઇંગ્લેન્ડના કિંગ વિલિયમ ત્રીજા પરથી આપવામાં આવ્યું છે. આ ફોર્ટને 1781માં બનાવવામાં આવ્યો હતો. આ ફોર્ટ ત્રણ કિ.મી. લાંબો અને 1 કિ.મી. પહોળો છે.

ભારતીય મ્યૂઝિયમ

કોલકાતામાં આવેલું ભારતીય મ્યુઝિયમ ભારતનું સૌથી જુનું મ્યુઝિયમ છે જેને 1814માં બનાવવામાં આવ્યું હતું. આ ભારતનું સૌથી મોટું અને વિશ્વનું નવમું સૌથી જુનું મ્યુઝિયમ છે. આ મ્યુઝિયમમાં એન્ટિક વસ્તુઓનું કલેક્શન, મોગલ પેઇન્ટિંગ્સ, ફોસિલ, સ્કેલ્ટન અને હથિયારો રાખવામાં આવ્યા છે.

સાઉથ પાર્ક સ્ટ્રીટ સેમિટરિ

સાઉથ પાર્ક સ્ટ્રીટ સેમિટરિને 1767માં બનાવવામાં આવ્યું હતું. આ સેમિટરિને બ્રિટિશ સોલ્જર માટે બનાવવામાં આવ્યું હતું. આ શહેરનું સૌથી જુનું સ્મશાન ગૃહ છે.

રાઇટર બિલ્ડિંગ

આ બિલ્ડિંગને બ્રિટિશ રાજમાં બનાવવામાં આવી હતી અને આ બિલ્ડિંગનો ઉપયોગ ક્લિરિકલ અને એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ માટે કરવામાં આવતો હતો. જેમને રાઇટર હેન્સ કહેવામાં આવતા હોવાથી આ બિલ્ડિંગનું નામ રાઇટર બિલ્ડિંગ પડ્યું હતું.

સેન્ટ પોલ્સ કેથેડ્રલ

સેન્ટ પોલ્સ કેથેડ્રલને ઇન્ડો-ગોથિક આર્કિટેક્ચરલ સ્ટાઇલમાં મેજર વિલિયમ નારન ફોર્બ્સને ડિઝાઇન કર્યું હતું અને તેનું નિર્માણ 1839માં કરવામાં આવ્યું હતું. આ બિલ્ડિંગને બનાવવામાં આઠ વર્ષ જેટલો સમય લાગ્યો હતો. આ બિલ્ડિંગ 1934માં ક્ષતિગ્રસ્ત થયા બાદ પુનઃ બાંધવામાં આવ્યું હતું.