આ રીતે ઘરે બનાવો ફ્રેન્કી રેસીપી

સામગ્રી:

2 કપ મેંદો
3 ટેબલસ્પૂન કોર્નફ્લોર
સ્વાદ પ્રમાણે મીઠું
1/2 ટીસ્પૂન બેકિંગ પાવડર
1 ટીસ્પૂન દહીં
1 ટેબલસ્પૂન તેલ
200 ગ્રામ બટેટા
1 ટેબલસ્પૂન વાટેલા આદુ મરચા
100 ગ્રામ વટાણા
3 ટેબલસ્પૂન ટોસ્ટનો ભૂકો
ગ્રીન ચટણી
સોસ
1 કયુબ ચીઝ

રીત:

સૌપ્રથમ મેંદો , કોર્નફ્લોર , મીઠું , બેકીંગ પાવડર , દહીં અને તેલ બધું ભેગું કરી લોટ બાંધવો. લોટ અડધો કલાક રહેવા દેવો.

બટેકા બાફીને તેને મસળી લેવા. તેમાં વટાણા, આદુ – મરચા, થોડો ટોસ્ટનો ભૂકો, મીઠુ અને કોર્નફ્લોર નાખી લાંબા રોલ વાળી ટોસ્ટમાં રગદોળી તળી લેવા.

બાંધેલા લોટમાંથી રોટલી વણી શેકી લેવી. રોટલીની ઉપર સોસ અને ગ્રીન ચટણી લગાવી બટાકા માંથી બનાવેલ રોલ મૂકી રોટલી વાળી દેવી.

રોટલીના રોલ ઉપર ચીઝ ભભરાવી પેપર નેપકિનમાં મૂકી પીરસવું.