ઘરે બનાવો વેજીટેબલ મનચાઉ સુપ

મનચાઉ સુપ એ એક ચાઇનીઝ સુપ છે, જે આજકાલ બાળકોમાં હોટ-ફેવરિટ છે. આ સુપમાં વેજીસ અને નુડલ્સનું ફિલિંગ હોય છે, જે ટેસ્ટમાં મજેદાર લાગે છે.તો આજે જ ઘરે ટ્રાય કરો વેજીટેબલ મનચાઉ સુપ.

જરૂરી સામગ્રી:

 • 2 ટી.સ્પૂ. ચોપ્ડ લીલાં મરચાં
 • ¼ કપ ચોપ્ડ ગાજર
 • ¼ કપ ચોપ્ડ કેપ્સીકમ
 • ¼ કપ ચોપ્ડ સ્પ્રિંગ ઓનિયન
 • 2 ટી.સ્પૂ. ચોપ્ડ લસણ
 • 2 ટી.સ્પૂ. કાળા મરી
 • 500 મિ.લી. પાણી
 • ½ કપ રિફાઇન્ડ ઓઇલ
 • ½ કપ ફ્રેશ નુડલ્સ
 • ¼ કપ ચોપ્ડ લીલાં વટાણા
 • ¼ કપ ચોપ્ડ કોબીજ
 • ¼ કપ ચોપ્ડ મશરૂમ
 • ½ કપ લોટ
 • મીઠું સ્વાદાનુસાર
 • 2 ટે.સ્પૂ. સોયા સોસ
 • 2 ટી.સ્પૂ. ચોપ્ડ આદુ
 • 2 ટે.સ્પૂ. કોથમીર

કઇ રીતે બનાવશો?:

સ્ટેપ-1 એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં આદુ, લસણ, કોથમીર અને લીલાં મરચાં ઉમેરો અને બરાબર હલાવો.
સ્ટેપ-2 આ બધું શેકાઇ જાય એટલે તેમાં બધાં વેજીસ ઉમેરી તેમાં બ્લેક પેપર ઉમેરો અને તેને બરાબર હલાવો.
સ્ટેપ-3 વેજીસ શેકાઇ જાય એટલે તેમાં સોયા સોસ, પાણી અને મીઠું ઉમેરો. તેને ધીમાં તાપે ઉકળવા દો.
સ્ટેપ-4 ત્યારબાદ તેમાં કોર્ન ફલોર પેસ્ટ ઉમેરી તેને બરાબર હલાવો જેથી સુપ થીક થાય.
સ્ટેપ-5 ગેસને બંધ કરી સુપને સ્પ્રિંગ ઓનિયન વડે સર્વ કરો અને ક્રિસ્પી નુડલ્સ પણ ઉમેરો.