નારિયેળ તેલના અનેક ફાયદા

આજના જમાનામાં સૌ કોઈને સુંદર દેખાવું ખુબ પસંદ હોય છે. એમાં પણ ખાસ કરીને મહિલાઓમાં સુંદરતાનું મહત્વ કંઈક વધારે પ્રમાણમાં જ જોવા મળે છે. તેના માટે કેટલીય જાતના મેકઅપ, સ્કીન કેર પ્રોડક્ટ્સ , હેરકેર પ્રોડક્ટ્સ માર્કેટમાં અવેલેબલ હોય છે. પરંતુ તે બધામાં કેમિકલ્સ જોવા મળે છે. જે લાંબે ગાળે શરીરને નુકશાન પહોચાડે છે. આથી કેટલીક નેચરલ વસ્તુઓનો ઉપયોગ કરીને સ્કીન તેમજ હેરની માવજત કરવી યોગ્ય છે. ઉલ્લેખનીય છે કે, ઘરમાં રહેલા નારિયેળ તેલથી તો સૌ કોઈ જાણકાર હશે. આ નારિયેળ તેલ સ્કીન માટે ઔષધ સમાન કામ કરે છે. રોજ રાતે સૂતા પહેલાં વર્જીન નારિયેળ તેલના કેટલાક ટીપાં લઈને ફેસ પર 10 મિનિટ મસાજ કરવાથી ચહેરા પરની કરચલીઓમાંથી ઝડપથી રાહત મળે છે. મધ એન્ટી ઓક્સીડન્ટ્સથી ભરપૂર હોય છે. તે ત્વચાને આંતરિક રીતે સુંદર અને બહારથી ચમકીલી બનાવે છે. નારિયેળ તેલ સાથે મધ મિક્સ કરીને મસાજ કરવાથી સ્કીન સ્મૂધ બને છે. હળદર અને નારિયેળ તેલને મિક્સ કરીને 10 મિનિટ સુધી ચહેરા પર મસાજ કરવાથી સ્કીન પર ચમક આવે છે અને સાથે જ સ્કીનની કરચલીઓ દૂર થાય છે.