મિલ્ક કેક રેસીપી

મિલ્ક કેક :

મિલ્ક કેકને ઘરે સહેલાઇથી બનાવી શકાય છે. તે ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગે છે.

ચાલો તો આપણે જોઇએ મિલ્ક કેકની રેસીપી

સામગ્રી :

3 લીટર દૂધ
2 ટેબલ સ્પૂન લીંબૂનો રસ
1 ટી સ્પૂન લીલી ઈલાયચી
1 ટેબલ સ્પૂન ઘી
250 ગ્રામ ખાંડ
તેલ
બદામ
પિસ્તા

બનાવવાની રીત :

એક મોટી કડાઇમાં દૂધને ઉકાળો , પછી તેમાં લીબુનો રસ નાખી દૂધ ફાટે ત્યાં સુધી હલાવો.
પછી તેમા ઈલાયચી , 1 ટેબલ સ્પૂન ઘી અને 250 ગ્રામ ખાંડ નાખીને મિક્સ કરો…આ બધા મિશ્રણને તેલથી ગ્રીસ થયેલ એક ટ્રેમાં કાઢીને ઉપરથી બદામનું અને પિસ્તાનું ગાર્નિશિંગ કરો. અને તેમાં ઉપરથી સ્ટ્રોબેરી તેમજ ચોકલેટનું પણ ગાર્નિશિંગ કરી શકો છો.
તેને આખી રાત ઢાંકીને રાખો. પછી તમને ગમતા આકારમાં કાપીને સર્વ કરો.