ભોજન સાથે મિષ્ટાનમાં બનાવો તલ સેવનો દૂધપાક

બપોરના ભોજનમાં દરરોજ કંઈક ને કંઈક ગળ્યું ખાવાની ઈચ્છા થાય છે. પરંતુ સમયના અભાવને કારણે રોજ ગળ્યું બનતું નથી. દૂધપાક બનાવવો સહેલો હોવાથી અને સામગ્રી પણ ઘરમાં હાજર હોવાથી તે ફટાફટ બની જાય છે. જો તેમાં કંઇક વેરીએશન લાવીને બનાવવામાં આવે તો થોડું અલગ પણ લાગશે. તો આજે તલ સેવનો દૂધપાક કઈ રીતે બનાવી શકાય તે જાણીએ.

સામગ્રી–

2 ટે.સ્પૂ. મેંદો
2 ટે.સ્પૂ. ઘઉંનો લોટ
3 ટે.સ્પૂ. દળેલા તલ
1 ટે.સ્પૂ. શેકેલા તલ
½ લિટર દૂધ
½ કપ ખાંડ
1 ચમચી દ્રાક્ષ
થોડી પીસ્તાની કતરણ
ચપટી કેસર
તળવા માટે તેલ
કઇ રીતે બનાવશો તલ સેવનો દૂધપાક?

સ્ટેપ-1: મેંદો, લોટ અને એક ચમચી દળેલા તલ મિક્સ કરી તેનો કઠણ લોટ બંધાવો
સ્ટેપ-2: બાંધેલા લોટને સેવ પડવાના સંચામાં નાખી તેની સેવ પાડવી.
સ્ટેપ-3: ત્યારબાદ સેવ થોડી તળી દુધમાં નાંખી ગરમ કરવું.
સ્ટેપ-4: જયારે દૂધ ઘટ્ટ બની જાય ત્યારે ખાંડ, દળેલા તલ, દ્રાક્ષ તેમજ શેકેલા તલ તેમાં ભેળવવા.
તો તૈયાર છે તલ સેવનો દૂધપાક! કેસર અને પિસ્તાથી સજાવી ઠંડો અથવા ગરમ સર્વ કરવો.