જુઓ, 48 મેગાપિક્સલ કેમેરાવાળા Redmi Xનો ફર્સ્ટ લૂક

આ ફોન 10 જાન્યુઆરીના રોજ લોન્ચ થશે


Xiaomiની સબ-બ્રાન્ડ Redmi, 10 જાન્યુઆરીના રોજ તેનો 48 મેગાપિક્સલ કેમેરાવાળો સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે. આ ફોનને લઈને અગાઉ પણ ઘણાં એવા ન્યૂઝ જાણવા મળ્યા હતા કે આ ફોનનું નામ રેડમી પ્રો 2, રેડમી 7 પ્રો અથવા રેડમી 7 રાખવામાં આવશે. પણ, હવે રેડમીના કહેવા અનુસાર 48 મેગાપિક્સલ કેમેરાવાળા આ સ્માર્ટફોનનું નામ Redmi X છે.

આ ફોનની ડિઝાઈન ઘણી જ ફ્રેશ લાગી રહી છે


આ ફોટો જોઈને લાગી રહ્યું છે કે આ સ્માર્ટફોનની ફ્રન્ટ અને રિયર સાઈડમાં 2.5ડી ગ્લાસ ફિનિશ આપવામાં આવ્યું છે. અગાઉના સ્માર્ટફોનમાં જે પોલીકાર્બોનેટ અને મેટલ બોડી ડિઝાઈન જોવા મળતી હતી તેની સરખામણીમાં આ ડિઝાઈન ઘણી જ ફ્રેશ લાગી રહી છે. આ સાથે જ રેડમી એક્સ બ્લેક અને ટૂ કલર વેરિયંટમાં લોન્ચ કરવામાં આવશે.

ફોનના રિયરમાં ડ્યૂઅલ કેમેરા સેટઅપ જોવા મળશે


ફોનના રિયરમાં ડ્યૂઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે જેમાં 48 મેગાપિક્સલનું એક પ્રાઈમરી સેન્સર છે. બંને કેમેરાને વર્ટિકલ પ્લેસ કરવામાં આવ્યા છે જે ગ્લાસ ફિનિશ બેક પેનલ પર ખૂબ પ્રીમિયમ લાગી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રેડમી એક્સનો કેમેરો રાત્રે પણ અદ્ભુત ફોટોગ્રાફીનો અનુભવ આપશે. ફોનના રિયરમાં જ ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે અને તેનું USB-Type C પોર્ટની નીચેની તરફ આપવામાં આવેલા 2 સ્પીકર્સની વચ્ચે જોવા મળશે. આ ફોનની સાથે જોડાયેલી જાણકારીઓ પહેલાં આવી ગઈ હતી અને તે અનુસાર રેડમી એક્સમાં 6.3નો ડિસ્પ્લે હશે અને તેમાં 4,000 એમએએચની બેટરી આપવામાં આવશે.