બોલિવુડ અભિનેત્રી અમિષા પટેલ વિરુદ્ધ પાઠવી નોટીસ

બોલિવુડ અભિનેત્રી અમિષા પટેલ વિરુદ્ધ ઈન્દોરની કોર્ટમાં 10 લાખ રૂપિયાનાં ચેક બાઉન્સનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. કોર્ટે સાક્ષ્યોનાં આધાર પર અમીષા પટેલ વિરુદ્ધ નોટીસ પાઠવીને 27 જાન્યુઆરીએ કોર્ટમાં હાજર રહેવા ફરમાન કર્યું છે……..અમિષા પર આરોપ છે કે તેમણે ઈન્દોરની એક યુવતી પાસેથી ફિલ્મ પ્રોડ્કશન બાબતે 10 લાખ રૂપિયા લીધા હતા અને પછી તેમણે જે ચેક આપ્યા તે બાઉન્સ થયા હતા…….ચેક બાઉન્સ થવા પર ઘણી વખત ધક્કા ખાવા પછી પણ અભિનેત્રીઓ પૈસા ચૂકવ્યા નહોતા. જેના પર તેમના વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ પ્રથમ વખત નથી કે અમિષા પટેલ પર છેતરપિંડીનો આરોપ લાગ્યો છે. તેમના વિરુદ્ધ રાંચીની કોર્ટમાં પણ ત્રણ કરોડ રૂપિયાનો ચેક બાઉન્સનો મામલો વિચારાધીન રાખવાની સાથે સાથે ધરપકડનું વોરંટ પણ જાહેર થયું છે………ઈન્દોર જીલ્લા કોર્ટમાં આ મામલો લઈને એડવોક્ટ નિતેશ પરમારે જણાવ્યું કે શહરની પિંક સિટીમાં રહેવાવળી નિશા છીપાનો અમિષા પટેલ સાથે ઓળખ થી હતી. ફિલ્મ પ્રોડ્કશન મામલે અમિષાએ નિશા પાસેથી 10 લાખ રૂપિયા લીધા અને તેની અવેજીમાં 24 એપ્રિલ 2019નો ચેક પણ આપ્યો હતો. નક્કી કરેલી તારીખ પછી નિશાએ આ ચેક પોતાની ઈન્દોર સ્થિત બેન્કમાં જમા કરાવ્યોતો તે બાઉન્સ થયો હતો.