ફરી એકવાર પૈપરાઝી પર ગુસ્સે થઇ જયા બચ્ચન

બચ્ચન પરિવારના દરેક મેમ્બર પર પૈપરાઝીની હમેંશા નજર રહે છે…….બચ્ચન પરિવારમાં જયા બચ્ચન માત્ર એક એવી વ્યક્તિ છે જેમને પૈપરાઝી ફોલો ક્લિક કરે તે બિલકુલ પસંદ નથી. તે ફેમિલી સાથે હોય કે પછી એકલા જો ફોટોગ્રાફર્સ આગળ-પાછળ ફરે તો ગુસ્સે થઈ જતાં હોય છે. હાલમાં ફરી કંઈક આવું જ થયું. જયા બચ્ચન ફેમસ ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના ઘરે ગયા હતા, આ દરમિયાન પણ તેઓ ફોટોગ્રાફર્સ પર નારાજ થઈ ગયા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે…………વાત એમ છે કે, મનીષ મલ્હોત્રાના પિતાનું નિધન થતાં જયા બચ્ચન દીકરી શ્વેતા સાથે પહોંચ્યા હતા. મલ્હોત્રા હાઉસની ઘર બહાર ફોટોગ્રાફર્સને તસવીરો ક્લિક કરતાં જોઈને તેઓ નારાજ થઈ ગયા. તેમણે કહ્યું કે, તમારામાં કંઈ શરમ જેવું છે કે નહીં? સારો પ્રસંગ છે કે ખરાબ તે તો જુઓ. જ્યારે આ પ્રકારનું તમારા ઘરમાં થશે ત્યારે જોઉ છું કે તમે કેવી રીતે રિએક્ટ કરો છો………..આટલું જ કહીને જયા બચ્ચન દીકરી શ્વેતા સાથે કારમાં બેસીને નીકળી જાય છે. આ પહેલીવાર નથી જ્યારે તેમણે આ રીતે પૈપરાઝી પર ભડાસ કાઢી હોય આ પહેલા પણ તેમના આવા વીડિયો સામે આવી ચૂક્યા છે.માત્ર મીડિયા પર જ નહીં જયા બચ્ચન તો પોતાના ફેન્સ પર પણ ગુસ્સે થાય છે. કરણ જોહરની મમ્મી હીરૂ જોહરની બર્થ ડે પાર્ટીમાંથી પરત ફરતી વખતે પણ તેઓ કેટલાક લોકો પર ગુસ્સે થઈ ગયા હતા…….