પરિણીતી ચોપરાએ છોડી અજય દેવગણ સાથેની ફિલ્મ

પરિણીતી ચોપરાએ અજય દેવગણની ‘ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’ ફિલ્મ છોડી હોવાની વાત સામે આવી રહી છે. હાલ પરિણીતી સાઈન નેહવાલની બાયોપિકનું શૂટિંગ કરી રહી છે. તેણે થોડા સમય પહેલાં જ ‘ધ ગર્લ ઓન ધ ટ્રેન’ની હિન્દી રિમેકનું શૂટિંગ પૂરું કર્યું છે. બીજી ફિલ્મોને કારણે તેને ‘ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’ ફિલ્મના શૂટિંગ માટે સમય મળી રહ્યો નથી. ડેટ્સ મેનેજ ન થવાના કારણે તે આ ફિલ્મ છોડવાની છે………વોર ડ્રામા ફિલ્મ ‘ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’ ફિલ્મના ડિરેક્ટર અને રાઇટર અભિષેક દુધૈયા છે. ફિલ્મ 1971ના ઈન્ડો-પાક યુદ્ધની સત્ય ઘટના પર આધારિત છે. આ ફિલ્મને ટી-સિરીઝના ભૂષણ કુમાર પ્રોડ્યૂસ કરી રહ્યા છે. ફિલ્મમાં વિંગ કમાન્ડર વિજય કર્ણિક અને ત્યાંની સ્થાનિક મહિલાઓની બહાદુરીની દાસ્તાન બતાવવામાં આવશે. આ ફિલ્મમાં પરિણીતી ચોપરા ‘હીના રેહમાન’નો રોલ નિભાવવાની હતી જે એક ભારતીય જાસૂસ હતી જે લાહોરમાં રહેતી હતી.અજય દેવગણ આ ફિલ્મમાં સ્ક્વોડ્રન લીડર વિજય કર્ણિકના રોલમાં છે……….આ મલ્ટિ સ્ટારર ફિલ્મમાં અજય દેવગણ, સંજય દત્ત, સોનાક્ષી સિન્હા, રાણા દગ્ગુબાતી અને એમી વિર્ક સામેલ છે. ઉપરાંત સાઉથની એક્ટ્રેસ પ્રણિતા સુભાષ આ ફિલ્મથી તેનું બોલિવૂડ ડેબ્યુ કરવાની છે. ફિલ્મ 14 ઓગસ્ટ, 2020ના રોજ રિલીઝ થવાની છે.