દેશી લૂકમાં જોવા મળી પ્રિયંકા

ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા જોનાસ Marrakech ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા પહોંચી હતી. આ દરમિયાન પ્રિયંકા ચોપરાનો દેસી લૂક લાઈમલાઈટમાં આવ્યો છે.આ ઈવેન્ટમાં પ્રિયંકા ચોપરા સાડી પહેરી પહોંચી હતી. પ્રિયંકાનો આ અંદાજમાં ખૂબ જ શાનદાર હતો.સાડીમાં પ્રિયંકા ચોપરા ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ લૂકને ખાસ બનાવવા પ્રિયંકાએ બ્લાઉઝ સાથે ખાસ એક્સપેરિમેન્ટ કર્યું હતું.

જે તેના ટ્રેડિશનલ લૂકને શાનદાર બનાવી રહ્યો છે…..તેની સાથે પ્રિયંકાએ લાઇટ મેકઅપ સાથે પિંક લિપસ્ટિક લગાવી હતી. મિનિમમ જ્વેલરીમાં પ્રિયંકા એલિગન્ટ લાગતી હતી. પ્રિયંકાને એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી……હાલમાં જ પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના લગ્નને એક વર્ષ પૂર્ણ થયું છે…….

પ્રિયંકા ચોપરા છેલ્લે ફિલ્મ ધ સ્કાઈ ઈઝ પિંકમાં જોવા મળી હતી.આ ફિલ્મમાં તેની સાથે અભિનેતા ફરહાન અખ્તર અને જાયરા વસીમ લીડ રોલમાં હતા. પ્રિયંકા હવે નેટફ્લિક્સના એક પ્રોજેક્ટ પર કામ કરી રહી છે……