મુંબઈ પોલિસની નાઇટ પેટ્રોલિંગ ટીમને મળી રાની મુખર્જી

રાની મુખર્જીની અપકમિંગ ફિલ્મ ‘મર્દાની 2’ને રિલીઝ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાની ફિલ્મનું પ્રોમશન કરવામાં લાગી ગઈ છે. આ માટે તે સતત પોલિસ અધિકારીઓને મળી રહી છે જેથી, તે તેમનાં કામ અને વધતા ગુનાઓ પ્રત્યે લોકોને જાગૃત કરી શકે. તાજેતરમાં જ રાની તેની ફિલ્મના પ્રમોશનના ભાગરૂપે મુંબઈ પોલિસની નાઇટ પેટ્રોલિંગ ટીમને મળી. આ મુલાકાતને લઇને યશરાજ ફિલ્મ્સે ટ્વિટર હેન્ડલ પર ફોટો શેર કર્યો છે…….

રાનીએ ટીમની લીડર કલ્પના સુરવસેને મળ્યાં બાદ કહ્યું કે, ‘કડક દેખરેખ રાખવાથી ઘણા ગુનાઓ રોકી શકાય છે અને હું આપણા દેશની પોલીસને સલામ કરું છું કે તેઓ રાત-દિવસ આપણી સુરક્ષા કરે છે. તેમના કારણે જ આપણે શાંતિથી જીવીએ છીએ. આ બધાને મળવું એ મારા માટે આંખ ખોલવા જેવો નવો જ અનુભવ રહ્યો હતો.’

12 કલાકની શિફ્ટના કામને ઝીણવટપૂર્વક સમજવા સિવાય રાનીએ મહિલાઓ માટે સલામતી ટીપ્સ અંગે પણ ચર્ચા કરી………..કોટા કાઉન્સિલર ગોપાલ મંડા વતી તેમના વકીલે સેન્સર બોર્ડના અધ્યક્ષ પ્રસૂન જોશી, યશ રાજ ફિલ્મના અધ્યક્ષ આદિત્ય ચોપડા, ફિલ્મના ડિરેક્ટર ગોપી પુથરન અને માહિતી અને પ્રસારણ મંત્રાલયને કાનૂની નોટિસ મોકલી છે. જેમાં એવું કહેવામાં આવ્યું છે કે, કોટા શહેરનું નામ ‘મર્દાની -2’ ફિલ્મમાંથી કાઢી નાખવું જોઈએ અથવા ફિલ્મ રજૂ ન થવી જોઇએ.