જાણો, રંગબેરંગી ઘૂઘરાની રીત

ઘૂઘરા એ એવું મિષ્ટાન્ન છે જે ભાવે તો બધાને જ છે પરંતુ દિવાળી સિવાય ક્યારેય ઘરમાં બનતુ નથી. દિવાળી આવે એટલે દરેક ઘરમાંથી ઘૂઘરા તળાવાની મઘમઘતી સુગંધ આવવા માંડે. જો તમારે ઘૂઘરા બનાવવામાં લોચો વાગી જતો હોય તો આ રેસિપી ફૉલો કરો. આ રીતે ઘૂઘરા બનાવશો તો જે ખાશે એ તમારા ચોક્કસ વખાણ કરશે.

રંગબેરંગબી ઘૂઘરા બનાવવા માટેની સામગ્રીઃ

  • મેંદો: 2 કપ
  • ઘી: 4 કપ
  • માવો: 500 ગ્રામ
  • ખાંડ: 2 કપ
  • ઇલાયચી પાવડર: 2 ટી.સ્પુન
  • કેસર અને પિસ્તાનો પાવડર: 4 ટી.સ્પુન
  • તેલ: 4 ટી.સ્પુન

રંગબેરંગી ઘૂઘરા બનાવવા માટેની રીતઃ

સૌ પ્રથમ રંગબેરંગી ઘૂઘરાં બનાવવા માટે એક વાસણમાં મેંદો લો અને તેમાં ઘી નાખો. ત્યાર બાદ તેમાં પાણી નાંખીને તેને બરાબર ગુંથી નાંખો. (નોધ: લાલ રંગનાં ઘૂઘરાં બનાવવા ઇચ્છતાં હોવ તો તમે કેસરને મેંદામાં ભેળવી તમે લાલ ઘૂઘરાં બનાવી શકો છો. લીલા રંગનાં ઘૂઘરા બનાવવા ઇચ્છતાં હોવ તો તમે તેમાં પિસ્તાનાં પાઉડરનું મિશ્રણ કરી કેટલાંક લીલા ઘૂઘરા બનાવો.)

હવે તમે માવો લઇ લો અને તેને બરાબર હલાવી ફ્રાય કર્યા બાદમાં તેમાં ખાંડ નાંખી દો.

એક વાસણમાં મેંદાનાં નાના-નાના ગુલ્લા તમે તૈયાર કરી કરો. ત્યારબાદ ઘૂઘરાનાં આકારમાં તેને વણી લો. તેમાં માવાનું મિશ્રણ કરો. માવો ભરતી વખતે તેની કિનારીની બાજુ થોડું પાણી લગાવી દો.

કઢાઇમાં ઘી ગરમ કરો અને તેમાં આ માવો ભરેલાં ગુલ્લા નાંખો અને ઘૂઘરા તળી લો. તો તૈયાર છે રંગબેરંગી ઘૂઘરા