એકશન થ્રિલર ફિલ્મમાં જોવા મળશે શાહરૂખ ખાન

બોલિવુડના કિંગ ખાન શાહરૂખ ખાન અત્યારે ઘણા સમયથી બોલિવુડથી દુર છે,શાહરૂખ ખાનની ફિલ્મ ‘ઝીરો’નિષ્ફળ ગયા બાદ તેણે એક લાંબો બ્રેક લીધો. જોકે હવે તેણે એક એકશન થ્રિલર ફિલ્મ સાઇન કર્યાની ઘોષણા થઇ છે…….શાહરૂખે દિગ્દર્શક રાજ નિદીમોરુ અને કૃષ્ણા ડીકેની એકશન થ્રિલર ફિલ્મ સાઇન કરી છે.

આ ફિલ્મનું શૂટિંગ આવતા વરસે શરૂ થશે.આ ફિલ્મનું નિર્માણ પણ શાહરૂખ કરવાનો છે. જેનું શૂટિંગ ભારત એને વિદેશના વિવિધ લોકેશનો પર કરવામાં આવશે…………આ દિગ્દર્શક જોડીએ આ પહેલા ક્રાઇમ કોમેડી ફિલ્મ ‘૯૯’, સૈફઅલી ખાન સ્ટારર ‘ ગો ગોવા ગોન’ ક્રાઈમ ડ્રામા ‘શોર ઇન ધ સિટી, તેમજ રાજકુમાર રાવ એ શ્રદ્ધા કપૂર અભિનિત ‘સ્ત્રી’નું દિગ્દર્શન કર્યું છે. હવે કિંગ ખાન આ જોડી સાથે કામ કરવા તૈયાર થયો છે, ” તેમ સૂત્રે જણાવ્યું હતું…..તેની સાથે શાહરૂખ ખાન રણબીર કપૂર અને આલિય ભટ્ટની ફિલ્મ મોસ્ટ અવેડેટ ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં કેમ્યો રોલમાં જોવા મળશે…..આ ફિલ્મમાં મહાનાયક અમિતાભ બચ્ચન પણ જોવા મળશે……