શ્વેતા તિવારી કરશે ડિજિટલ ડેબ્યુ

એકતા કપૂરના જાણીતા શો ‘કસૌટી ઝિંદગી કી’ની પહેલી પ્રેરણા એટલે કે શ્વેતા તિવારી ડિજિટલ-દુનિયામાં ડેબ્યુ કરવા માટે તૈયાર છે અને આ વખતે પણ તે એકતા કપૂરની જ અલ્ટ બાલાજી અને ઝીફાઇવ પર રિલીઝ થનારી ફૅમિલી ડ્રામા સિરીઝ ‘હમ તુમ ઔર ધેમ’ દ્વારા ડિજિટલ-વર્લ્ડમાં પદાર્પણ કરી રહી છે.

‘હમ તુમ ઔર ધેમ’માં શ્વેતા તિવારીની સાથે પિઝા, ગુડગાંવ, કાલાકાંડી અને જંગલી સહિતની ફિલ્મો તથા વેબ-સિરીઝ કરી ચૂકેલો અક્ષય ઑબેરૉય છે. શ્વેતાના પાત્રનું નામ શિવા છે જે એકલી પોતાનાં બાળકોને ઉછેરી રહી છે અને સામે અક્ષયના પાત્રનું નામ યુદી છે જે પણ સિંગલ પેરન્ટ છે. બેઉ જુદા-જુદા પોતાની જિંદગી જીવી ર‍હ્યાં છે.

સંજોગ એવા સર્જાય છે કે બન્નેનો ભેટો થાય છે અને બેઉ પોતાને બીજો ચાન્સ આપવાનું નક્કી કરે છે. આ વેબ-સિરીઝમાં શ્વેતા તિવારી પહેલી વખત દર્શકોને બોલ્ડ અંદાજમાં જોવા મળશે. તેને અહીં ટિપિકલ વહુ-દીકરીના બદલે એક બોલ્ડ પ્રેમિકા તરીકે મેકરે રજૂ કરી છે.સોની ટીવી પર પ્રસારિત થતી સિરિયલ ‘મેરે ડૅડ કી દુલ્હન’ને સારો પ્રતિભાવ મળી રહ્યો છે. ખાસ તો અભિનેત્રી શ્વેતા તિવારીના કમબૅકને લીધે આ સિરિયલ ચર્ચામાં છે.