આદિત્ય પંચોલીના સંબંધો પર બોલ્યો સૂરજ પંચોલી

કંગના રનૌત તથા આદિત્ય પંચોલીના સંબંધો જગજાહેર છે. હાલમાં જ આદિત્યના દીકરા સૂરજ પંચોલીએ પિતા તથા કંગના વચ્ચેના સંબંધો પર વાત કરી હતી. જોકે, તે માતા-પિતાની વચ્ચે થયેલા વિખવાદને કારણે ઘણો દુઃખી હતો. હાલમાં સૂરજ પોતાની ફિલ્મ ‘સેટેલાઈટ શંકર’ના પ્રમોશનમાં વ્યસ્ત છે…….સૂરજે ફિલ્મના પ્રમોશન દરમિયાન પિતા આદિત્ય તથા કંગના અંગે વાત કરી હતી.

સૂરજે કહ્યું હતું કે તેમના સંબંધોએ કેવી રીતે પરિવારને અસર કરી અને તેની માતા ઝરીનાએ આ બધાનો કેવી રીતે સામનો કર્યો હતો. વધુમાં આદિત્યે કહ્યું હતું કે કંગના સાથેના તેના પિતાના સંબંધો તેમનો અંગત પ્રશ્ન હતો અને આથી જ તે આ બધામાં ઈનવોલ્વ થયો નહોતો.

તેણે પોતાનો મોટાભાગનો સમય દાદા-દાદી સાથે પસાર કર્યો હતો………..સૂરજે કહ્યું હતું કે કંગનાની સાથે તેના પિતાના સંબંધો પૂરા થઈ ગયા છે અને હવે આ વાતનો ઉકેલ આવી ગયો છે. તેને એ વાતનો અફસોસ છે કે આ બધું થયું પરંતુ આ કંગના તથા આદિત્યની પર્સનલ મેટર હોવાને કારણે તે કોઈ મદદ કરી શક્યો નહીં……