અક્ષય ખન્નાની ફિલ્મ સબ કુશલ મંગલનું ટ્રેલર થયું રીલિઝ

અક્ષય ખન્નાની ફિલ્મ સબ કુશલ મંગલનું ટ્રેલર 3 ડિસેમ્બરે રીલિઝ થયું હતું. ટ્વિટર પર #SabKushalMangalTrailer ટ્રેન્ડ કરી રહ્યું છે. લોકોએ આ હેશટેગ સાથે ટ્રેલરને લઈને પોતપોતાનો મત પણ વ્યક્ત કર્યો છે. નોંધનીય છે કે એક્ટ્રેસ પદ્મિની કોલ્હાપુરીનો દીકરો પ્રિયાંક શર્મા અને એક્ટર તેમજ સાંસદ રવિ કિશનની દીકરી રીવા કિશન આ ફિલ્મથી પોતાના કરિયરની શરુઆત કરી રહી છે. આ ફિલ્મ 3 જાન્યુઆરી 2020ના રોજ રીલિઝ થશે. આં ફિલ્મનું ટ્રેલર ભૂમિ પેડનેકરે પણ સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું.. લોકો આ ટ્રેલરને ખુબ પસંદ કરી રહ્યા છે.. આ પહેલા પણ ફિલ્મનું ફર્સ્ટ લુક પોસ્ટર રીલીઝ થયું હતું..

જે ખુબ વાયરલ થયું હતું..આ પોસ્ટરમા અક્ષય સફેદ કુર્તા પાયજામાં સાથે ગળામાં દુપટ્ટો નાખેલ જોવા મળ્યો હતો… લાંબી મૂછો અને ગળામાં રૂદ્રાક્ષની માળા પહેરેલ અક્ષય એક અલગ જ લુકમાં જોવા મળ્યો હતો.. ફિલ્મને નિતીન મનમોહનની વન અપ એન્ટરટેઇનમેન્ટ અને અક્ષય ખન્ના અને અભિષેક જગદીશ જયસ્વાલ પ્રેઝન્ટ કરશે. ‘બાગપત કા દુલ્હા’નો ડિરેક્ટર કરણ કશ્યપ આ ફિલ્મને ડિરેક્ટ કરશે.

‘આ ફિલ્મમાં અક્ષય ખન્ના બાબા ભંડારીની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ વિશે જણાવતાં અક્ષય ખન્નાએ કહ્યું હતું કે ‘મને આ ફિલ્મની સ્ટોરી અને મારુ પાત્ર ખૂબ જ પસંદ છે. સાથે જ ખરી બાબત એ પણ છે કે ફિલ્મમાં કૉમેડીને બળજબરી પૂર્વક સામેલ કરવામાં નથી આવી. સ્થિતિને અનુરૂપ કૉમેડી જોવા મળશે.’