ધનિક પરિવારમાંથી આવે છે બોલિવૂડના આ અભિનેતાઓ , એકના પિતા છે રાજા

બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝ ની વાત કરવામાં આવે તો આ એક એવી ઇન્ડસ્ટ્રીઝ છે કે, જ્યાં અનેક લોકો પોતાની કિસ્મત અજમાવવા માટે આવે છે. પરંતુ તમામ લોકો તેમાં સફળ થતા નથી અને કેટલાક લોકો એવા પણ હોય છે કે, જેઓ પોતાની અલગ છાપ ઉભી કરી જતા રહે છે, જ્યારે કેટલાક એવા લોકો હોય છે કે, તેઓને પોતાની આર્થિક સ્થિતિના કારણે ઇન્ડસ્ટ્રીઝ છોડવાનો વારો આવે છે. અને આમાં ગણા એ કલાકારો છે જે જેમાં પિતા પૈસાદાર કે રાજા મહારાજા હોય છે જેને લીધે તેમને બોલીવુડમાં પગ મુકવા માટે કોઈ સમસ્યા નડતી નાથ. ત્યારે અમે આજે આપને એવા કલાકારો વિશે જણાવશું કે જેઓ ધનિક પરિવારમાંથી આવે છે.

1.અરુનોદય સિંહ

બોલિવૂડની અનેક ફિલ્મોમાં કામ કરી ચૂકેલા અભિનેતા અરુણોદય સિંહ ના પિતા કોંગ્રેસના નેતા છે. તેઓના દાદા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી રહી ચુકેલ છે. બોલિવૂડમાં આવ્યા પહેલાથી જ તેઓ કરોડપતિ છે અને રઈસ જીંદગી જીવે છે.

2. પુલકિત સમ્રાટ

બોલીવુડના અભિનેતા પુલકિત સમ્રાટ બોલીવુડની હિટ ફિલ્મ ફૂકરે માં જોવા મળ્યા હતા અને આના સિવાય તેઓએ અનેક ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. તેમના પરિવારની વાત કરવામાં આવે તો તેઓના પિતા એક દિલ્હીના એક બહુ મોટા રીઅલ એસ્ટેટ બિઝનેસમેન છે.

3. આયુષ શર્મા

બોલિવુડના દબંગ ખાન એટલે કે સલમાન ખાન ના બનેવી આયુષ શર્મા ને સલમાન ખાને લવ યાત્રી ફિલ્મમાં લોન્ચ કર્યા હતા. આયુષ ધનિક પરિવારમાંથી હોવા છતાં પણ તેઓને સલમાનખાનના જીજાજી તરીકે ઓળખવામાં આવે છે. તેઓના પિતા અનીલ શર્મા હિમાચલ સરકારના પૂર્વ મંત્રી રહી ચુક્યા છે અને તેમના દાદા પણ મંત્રી રહી ચુક્યા છે.

4. ભાગ્યશ્રી

૯૦ ના દશકામાં સુપરહિટ અભિનેત્રી ભાગ્યશ્રી ને તમામ લોકો ઓળખે છે તેઓ એ સલમાન ખાન સાથે મેને પ્યાર કિયા જેવી સુપર હિટ ફિલ્મોકામ કરી ચૂકી છે, ત્યારે તેમના પિતા ની વાત કરવામાં આવે તો તેમના પિતાનું નામ વિજય સિંહ રાવ માધવરાવ છે અને તેઓ મહારાષ્ટ્ર માં આવેલ સાંગલીના રાજા છે. અને આ રીતે ભાગ્યશ્રી રાજવી કુટુંબમાંથી આવે છે.

5. રણવીર સિંહ

બોલિવૂડના બાજીરાવ એટલે કે રણવીર સિંહ ખૂબ પ્રખ્યાત છે અને હાલ માં થયેલ દીપિકા સાથેના લગ્ન બાદ તેઓ ખૂબ જ ચર્ચામાં રહ્યા છે ત્યારે તેમના પિતા જગજીત સિંહ એક રિયલ એસ્ટેટ બિઝનેસમેન છે. પરંતુ આજે રણવીર સિંહ જાતે કરોડપતિ છે.