શું આપ જાણો છો બોલીવુડના આ સ્ટાર્સ પહેરે છે વિક, નથી રહ્યા તેમના માથા પર વાળ

અમે આપને આજે એવા અભિનેતાઓની વિશે જણાવશું કે જે અભિનેતાઓ ને માથામાં ટાલ પડી ગઈ છે, અને અત્યારે તેઓ વિક પહેરે છે. જેમાં આપ આ અભિનેતાઓના ફોટા જોઈ અંદાજો લગાવી શકશો કે તેઓ પણ હાલ વીક પહેરે છે.

1. સલમાન ખાન

બોલિવૂડમાં સૌથી વધુ દબદબો હોય તો તેમાં સલમાન ખાનનું નામ પહેલાં આવે છે. પરંતુ તેમની વધતી જતી ઉંમરને લઈને તેની સીધી અસર તેમના માથા પર રહેલા વાળ ઉપર જોવાઇ રહી છે. કારણકે તેઓના માથા પર ટાલ પડી રહી છે. અને થોડા સમય પહેલા જ તેઓને અમેરિકા જઈને માથામાં વિવિંગ (હેરટ્રાન્સપ્લાન્ટ) કરાવ્યું હોવાને કારણે હાલ તેમના માથે કાળા વાળ જોવા મળે છે…

2. અમિતાભ બચ્ચન

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન પણ વીક પહેરતા અભિનેતાઓની લિસ્ટમાં સામેલ છે. અમિતાભ બચ્ચને પોતાના સમયમાં અને એક સુપર ડુપર હિટ ફિલ્મો આપી છે અને તેઓએ બુઢ્ઢા હોગા તેરા માં પણ કામ કર્યું છે. પરંતુ હવે તેમની ઢળતી ઉંમર તેમના માથા પર જોવાઈ રહી છે, અને તેઓના માથાના વાળ ખરી રહ્યા છે. અને આને છુંપવવા માટે હાલ પોતાની ટાલ વિક પહેરીને છુપાવે છે.

3. વિવેકે ઓબોરોય

વિવેક ઓબરોયના બોલીવૂડ કરિયરની વાત કરવામાં આવે તો તેઓએ ખૂબ જ ઓછી ફિલ્મોમાં કામ કર્યું છે અને માથાના વાળ વધુ ખરતા હોવાના કારણે તેઓએ ડોક્ટરની સલાહ લીધી અને તેઓએ હેર ટ્રાન્સપ્લાન્ટ કર્યા ત્યારે તે આપ તેમના જે વાળ જુઓ છો તે હેર ટ્રાન્સપ્લાન્ટ ની કરામત છે.

4. રજનીકાંત

સાઉથના સુપરસ્ટાર એટલે કે રજનીકાંત ના પણ વાળ ઢળતી ઉમરના કારણે ખરવા લાગ્યા છે ત્યારે ફિલ્મોમાં તેઓના જે વાળ દેખાય છે તે વિક પહેરી હોય છે.

5. કપિલ શર્મા

પેટ દુખાડી દે તેવી કૉમેડી થી લોકોને હસાવતા એવા કપિલ શર્મા ના વાળ પણ તેમના કાર્યોની શરૂઆતમાં જ ખરી ગયા હતા અને ત્યારબાદ તેઓએ હેર ટ્રાન્સપ્લાન્ટ અને વીકનો ઉપયોગ કરે છે.

6. શાહરૂખ ખાન

બૉલીવુડના કિંગ ખાન એટલે અભિનેતા શાહરૂખ ખાન, તેમની પાછળ લાખ્ખો છોકરીઓ પાગલ છે, પરંતુ શાહરુખ ખાન પણ નકલી વાળનો ઉપયોગ કરે છે. તમેને જણાવી દઈએ કે વીર ઝારા ફિલ્મ દરમિયાન, શાહરુખ ખાનને ઇજા થઈ હતી અને તેના લીધે શાહરૂખ ખાન ના આગળના કેટલાક વાળ જતા રહ્યા હતા અને તેની જગ્યાએ હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું.

7. અક્ષય કુમાર

બોલિવૂડ ખિલાડી અક્ષય કુમારનું આજે ફિલ્મ ઉદ્યોગમાં મોટું નામ બની ગયું છે. આજે લાખો છોકરીઓ તેમની ફેન છે.જણાવી દઈએ કે, ‘ચાંદની ચોક ટુ ચાઈના’ માં અક્ષય કુમાર ના વાળ ખરવાના શરુ થઇ ગયા હતા. જેની સારવાર પણ અક્ષય કુમારે કરાવી હતી. જેમાં તેમણે અમેરિકા જઈને હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા હતા. અને ત્યારબાદ પણ તેમના વાળ ખરવાજ લાગ્યા હતા. ફિલ્મ ગોલ્ડમાં તેમને નકલી વીકનો ઉપયોગ કર્યો હતો.