આ છે અક્ષય ખન્ના અને કરિશ્મા કપૂરના લગ્ન ન થવા પાછળનું કારણ

પોતાના સમયકાળમાં સૌથી ફેમસ અભિનેતા એવા વિનોદ ખન્ના ના પુત્ર અક્ષય ખન્ના ની કરકિદી એમના પિતાની જેમ સફળ નથી રહી. અક્ષય ખન્નાને શરૂઆતમાં નિષ્ફળતા હાથ લાગી હતી. ત્યારબાદ તેઓએ અનેક સારી ફિલ્મોમાં કામ કર્યું હતું. અક્ષય ખન્ના ના ફેન્સ આજે પણ છે.ત્યારે આજે અમે તમને એક વાત જણાવા જઈ રહ્યા છીએ કે, અક્ષય ખન્નાએ કેમ અત્યાર સુધી લગ્ન નથી કર્યા અને કેમ બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી કરિશ્મા કપૂરના લગ્ન તેમની સાથે થતા રહી ગયા.

તમને જણાવી દઈએ કે અભિનેતા અક્ષય ખન્ના નો જન્મ ૨૮ માર્ચ ૧૯૭૫ માં થયો હતો. બોલીવુડના પ્રખ્યાત અભિનેતા વિનોદ ખન્ના તેમના પિતા છે. અક્ષય ખન્ના શરૂઆતથી જ શરમાળ સ્વભાવના છે. તેમના આ શરમાળ સ્વભાવના કારણે જ તેમના લગ્ન આજ સુધી થયા નથી.

સૂત્રોની માનવામાં આવે તો કરિશ્મા કપૂરના પિતા રણધીર કપૂરે અક્ષય ખન્ના ના પિતાને કરિશ્મા ના લગ્ન અક્ષય સાથે કરવા માટે પ્રસ્તાવ મૂક્યો હતો. પરંતુ તે સમયે રણવીર કપૂરની પત્ની બબીતા કપૂરે આ લગ્ન માટે ઇનકાર કર્યો હતો, કારણ કે, તે સમયે કરિશ્મા કપૂર અનેક સુપરહિટ ફિલ્મો કરી ચૂકી હતી અને તેની સરખામણીએ અક્ષય ખન્ના ફ્લોપ ફિલ્મો કરી રહ્યા હતા. આ મુદ્દા પર અક્ષય ખન્ના પોતાના શરમાળ સ્વભાવને કારણે કઈ પણ બોલ્યા ના હતા જેના લીધે કરિશ્મા ના લગ્ન બીજે થઇ ગયા.

જણાવી દઈએ કે કરિશ્મા કપૂરના લગ્ન જાણીતા બિજનેસ મેન સંજય કપૂર જોડે થયા હતા અને થોડા વર્ષો બાદ તેમના છૂટાછેડા થઇ ગયા હતા. અને આજ સુધી કરિશ્માએ બીજા લગ્ન કર્યા નથી.