આપના મિત્ર માં આ ખાસ બાબતો ન હોય તો સાવચેત થવાની જરૂર છે.

મનુષ્યના જીવનમાં તે અન્ય મનુષ્યો સાથે અનેક સંબંધો રાખતા હોય છે. જેમાં મા-બાપ ભાઈ-બહેન અને અન્ય બીજા સંબંધો આવતા હોય છે. પરંતુ મનુષ્યને સૌથી વધુ નજીકનો સંબંધ હોય તો તે તેના મિત્રનો સંબંધ હોય છે. કારણકે વ્યક્તિ તેના મિત્ર પાસે પોતાના જીવનની તમામ પ્રકારની મુશ્કેલીઓની વાતો કરતો હોય છે. જેમાં તે તેના જીવનમાં આવેલા અવરોધો, તેના જીવનમાં આવેલી ખુશીઓ અને તેની તમામ ખામીઓ તે તેના મિત્રને કહી દેતો હોય છે. પરંતુ શું આપ જે મિત્ર પર આટલો ભરોસો કરો છો તે આટલા ભરોસાનો હકદાર છે ખરો. કારણ કે જો આપનો મિત્ર નીચે દર્શાવેલા ગુણ ધરાવતો ન હોય તો તે આપને ક્યારે પણ નુકસાન પહોંચાડી શકે છે. એટલે આપે આવા મિત્રોથી સાવચેત થવાની જરૂર છે.

1. મિત્ર સાથે સારું લાગવું

આપ જે મિત્ર સાથે બેઠા હોય ત્યારે આપને તે મિત્ર સાથે બેસીને વાત કરવું અને સમય પસાર કરવો ગમતો હોય તો આપણે સમજવું કે આપનો મિત્ર સારો છે.

2. દુઃખમાં સાથ આપવો

દરેક મનુષ્યના જીવનમાં સારો અને ખરાબ સમય આવતો હોય છે. ત્યારે સારા સમયમાં દરેક લોકો તેનો સાથ આપી ઉભા રહેતા હોય છે. પરંતુ જ્યારે તેનો ખરાબ સમય આવે છે ત્યારે જો તેનો મિત્ર તેનો સાથ આપે તો ત્યારે તે મિત્ર મિત્રતા ને લાયક છે તે ગણવું.

3. વાતો ગુપ્ત રાખે

આપ જ્યારે તમારા મિત્ર પર વિશ્વાસ કરીને આપના જીવનની તમામ વાતો કહી દો છો ત્યારે તે તમારી વાત તો બીજા અન્ય કોઈ વ્યક્તિને ન કહે તે પણ જરૂર હોય છે. અને જો આપને આવા પ્રકારનો મિત્ર મળ્યો હોય તો આપે ખુશ થવાની જરૂર છે. કારણ કે તે મિત્ર ખરા અર્થમાં મિત્રતા નિભાવી રહ્યો છે.

4. દરેક ક્ષણે મદદરુપ થાય

સારા સમયમાં તો દરેક વ્યક્તિ મદદરૂપ થતો હોય છે. પરંતુ તમારો મિત્ર જ જો ખરાબ સમયમાં તમારો હાથ પકડીને ઉભો રહે ત્યારે તમારે સમજવું કે આ મિત્ર તમારી દરેક ખરાબ કે સારી પરીસ્થીમાં ઊભો રહીને તમને હિંમત આપશે.

5. પ્રોત્સાહન આપે

આપના જીવનમાં જ્યારે દુખાવ્યું હોય અને તેવા સમયે જ્યારે આપનો મિત્ર આપને પ્રોત્સાહિત કરે ત્યારે સમજવું કે તે મિત્ર આપને તે દુઃખમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે.

6. કંઈપણ શીખવવામાં મદદરૂપ થાય

ગણા લોકો કહે છે કે મારા મિત્રએ મને સાઇકલ શીખવાડી, ગાડી શીખવાડી અને બીજી ગણીબધી વસ્તુઓં શીખવાડી હોય તો સમજવું કે તે તમારો ખાસ મિત્ર છે. અને જો કોઈ મિત્ર ઘણી બધી વસ્તુઓ જાણતો હોય અને તમને તે શીખવતો નહોય તો સમજવું કે તેના મન માં તમારા માટે ખાસ લગાવ નથી.