‘खतरों के खिलाड़ी’ અક્ષય કુમારે હાથીનાં ગોબરની ચા પીધી | વિડીયો વાયરલ

બોલિવૂડનાં મિસ્ટર ખિલાડી અક્ષય કુમાર (Akshay Kumar) અને બેર ગ્રિલ્સનાં શો Into The Wildમાં એડવેન્ચર્સ જર્ની દર્શાવવામાં આવશે. આ પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સુપરસ્ટાર રજનીકાંત બેર ગ્રેલ્સની સાથે આ જર્ની કરી ચુક્યા છે. હવે અક્ષય કુમાર આ જર્નીમાં બેરની સાથે નજર આવશે. અક્ષય અને બેરની આ જર્ની જોવા માટે ડિસ્કવરી ચેનલનાં દર્શકો આતૂર છે.

હવે આ શોનો નવો પ્રોમો સામે આવ્યો છે. જેમાં બેર ગ્રિલ્સની સાથે અક્ષય કુમાર તેનો દમ દર્શાવે છે. આ શો જોઇને દર્શકો રોમાન્ચ અનુભવશે. પ્રોમોમાં અક્ષય અને બેર ગ્રિલ્સ બંને જંગલની લાઇફમાં મસ્તી કરતાં નજર આવશે.

View this post on Instagram

A post shared by Akshay Kumar (@akshaykumar) on

આ વીડિયોએ અક્ષય કુમારે તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યો છે. બેરે અક્ષય કુમારને હાથીનાં ગોબરની ચા પીવડાવી હતી.

પ્રોમોમાં બંને ખતરનાક સ્ટંટ કરતાં નજર આવે છે. અક્ષય અને બેર બંને જંગલમાં એન્ટ્રી કરતાં નજર આવે છે. જે બાદ તેમની એડવેન્ચરિયસ્સ જર્ની શરૂ થયા છે. ક્યારેક નદી ઉપરથી પસાર થતા તો ક્યારેક બ્રિજ પર લટકતા બંને નજર આવે છે. આ શો 11 સ્પટેમ્બરનાં ઓનએર થશે.

The post ‘खतरों के खिलाड़ी’ અક્ષય કુમારે હાથીનાં ગોબરની ચા પીધી | વિડીયો વાયરલ appeared first on Gujju Media.